(થૂકદાની નથી) – ભરત વિંઝુડા
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
– ભરત વિંઝુડા
થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી. બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે. છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?
sudhir patel said,
May 28, 2009 @ 11:22 PM
ભરત વિંઝુડાની ખૂબ જ સુંદર ગઝલ! બધાં જ શેર મિજાજથી ભરપૂર છે!
સુધીર પટેલ.
pragnaju said,
May 28, 2009 @ 11:23 PM
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
સરસ
નિશાની …
ગુફતગુમાં રાત ઓગળતી રહી,
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
Gaurang Thaker said,
May 28, 2009 @ 11:32 PM
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
વાહ કવિ વાહ્..મઝા જ આવે એવી ગઝલ..ધવલભાઈને અભિનદન…
વિવેક said,
May 28, 2009 @ 11:50 PM
મસ્ત મજાની ગઝલ… સવાર સુધરી ગઈ…
Jayshree said,
May 29, 2009 @ 1:34 AM
હું વિચારતી જ હતી કે આ ગઝલ જલ્દી મૂકીશ ટહુકો પર… ચલો, મારે ટાઇપ કરવાની મહેનત બચી 🙂
પહેલો શેર મને ખૂબ ગમી ગયેલો.. અને આમ તો આખી ગઝલ મજાની છે.
Nirav said,
May 29, 2009 @ 3:12 AM
વાહ્ દોસ્ત, વાહ્…..
Bhavika said,
May 29, 2009 @ 5:46 AM
very nice Bhartji………..
Bhavika sosa said,
May 29, 2009 @ 5:48 AM
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
Kirtikant Purohit said,
May 29, 2009 @ 6:28 AM
અનુઆધુનિક ગઝલના સંપૂર્ણ મિજાજને અનુરુપ સંદર ગઝલ ભરતભાઇ.
ઊર્મિ said,
May 29, 2009 @ 7:19 AM
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
વાહ… વાહ… વાહ… વાહ…. ક્યા બાત હૈ… આ મત્લા-શેર તો જીવનમાં (અને બ્લોગ-જગતમાંયે) ખૂબ જ કામ આવશે એવું લાગે છે… આને તો કાયમનો ગાંઠે બાંધી રાખવો પડશે…! 🙂
અને મક્તાનો શેર પણ ખૂબ્બ જ ગમ્યો…
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
આપણી જાડી ચામડી પણ કાંઈની કોઈ અસર થતી જ નથી… અને આપણે જાતે કરીને જ જાતને એવી બનાવી દીધી હોય એમ લાગે છે…!
ખરેખર મત્લા-શેર અને મક્તા-શેર તો પેલા અખાનાં ચાબખાં જેવા જ લાગ્યા હોં !
સાચે જ સવાર સુધરી ગઈ દોસ્ત… બહુ મજા આવી.
Pancham Shukla said,
May 29, 2009 @ 12:31 PM
સુંદર ગઝલ.
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
kirankumar chauhan said,
May 29, 2009 @ 11:11 PM
તોડી નાખે એવી ગઝલ.
Pinki said,
May 30, 2009 @ 1:22 AM
વાહ… વાહ …
સરસ વાત ……. !!
ઊર્મિ,
… આ મત્લા-શેર તો જીવનમાં (અને બ્લોગ-જગતમાંયે) ખૂબ જ કામ આવશે એવું લાગે છે…
વિચારવું પડશે આવું જ ….. !!
અનામી said,
May 31, 2009 @ 8:03 AM
સુંદર………ખુમારી વર્તાય છે.