ગઝલ – નીતિન વડગામા
કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
-નીતિન વડગામા
થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !
Pinki said,
May 30, 2009 @ 1:24 AM
ને અચાનક સાંજ ઢળતી જાય છે.
રદ્દીફ વાળી જેવી જ આ ગઝલ એટલી જ સરસ …. !!
ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે. – સરસ
Rupal Vyas said,
May 30, 2009 @ 3:39 AM
આંખમાં ભગવી ધજા લ્હેરાય છે…વાહ્ આધ્યાત્મિક્તાની કોઇ ક્ષણે ગઝલ પણ સર્જાય.
Pancham Shukla said,
May 30, 2009 @ 6:47 AM
સરસ ગઝલ.
વિવેકભાઈ ” ગમી તે ગઝલ ” નો અંદાજ ગમી ગયો.
sapana said,
May 30, 2009 @ 8:26 AM
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ખુબ જ સુંદર
સપના
pragnaju said,
May 30, 2009 @ 8:30 AM
સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
કદાચ હંમણાના ગોરંભાયલા વાતાવરણને લીધે…
આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
યાદ આવી
વરસાદ આખી રાત ગોરંભાય છે શબ્દો અહીં, ત્યાં વાત ગોરંભાય છે. આકાશના પર્યાય જેવી આંખમાં સંદર્ભ લઈ, જઝબાત ગોરંભાય છે. મુઠ્ઠી બની ગઈ બંધ પાપણ આખરે અંદર હજુ કલ્પાંત ગોરંભાય છે
ધવલ said,
May 30, 2009 @ 9:00 AM
ઊંચી વાત… ઊંડી વાત… સલામ !
P Shah said,
May 31, 2009 @ 2:46 AM
સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
ખૂબ સરસ !
kirankumar chauhan said,
May 31, 2009 @ 5:52 AM
સીધી, સરળ ને સાચ્ચી ગઝલ.
preetam lakhlani said,
May 31, 2009 @ 11:55 AM
ધવલ ભાઈની ઉચી વાતને આપણી પણ સલામ્……..
bankim raval said,
May 31, 2009 @ 12:14 PM
આ નખશીખ સુંદર ગઝલ માટે કવિશ્રી નીતિન ભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
sudhir patel said,
May 31, 2009 @ 9:32 PM
સરસ ગઝલ!
આ પ્રકારે સાની મિસરો (બીજી પંક્તિ) આખી ગઝલમાં દોહરાવ્યો હોય એ રીતે ગઝલો લખાઈ છે.
કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એક જાણીતી ગઝલ ‘ફીણ-મોજાં’ માં ઉલા મિસરો (પ્રથમ પંક્તિ)
‘ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નારીયેળી’ સમગ્ર ગઝલમાં દોહરાવાઈ છે.
મારી પણ બે ગઝલ છે, જેમાં આ રીતે સાની મિસરો પુનરાવર્તન પામે છે. દા.ત.;
‘આવજો વાત સૌ પાછલી અવગણી,
આજની આ ઘડી છે રળિયામણી!’
તોડજો હોય જે કોઈ ભીંતો ચણી,
આજની આ ઘડી છે રળિયામણી!
આભાર.
સુધીર પટેલ.
મીત said,
June 1, 2009 @ 1:01 AM
ગઝલ ક્યારે અને કઈ કઈ રીતે સર્જન પામે છે એની સરળ અને સરસ રજુઆત.
બસ કહીશ.
“વાહ ભાઈ વાહ !”
મીત
mehta parthraj said,
June 2, 2009 @ 9:33 AM
શુ ગઝલ છે યાર કુરબાન થઈ ગયા હુ અને મારા મિત્રો તો પાગલ થૈ ગયા છ
vrajesh said,
June 8, 2009 @ 7:17 AM
આંખમાં સપનાંની છોકરી વસે.. ને..
..એ પછી.. આખી ગઝલ સર્જાય છે.