છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

(બેઉ પક્ષે હાર છે) – જાતુષ જોશી

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

– જાતુષ જોશી

સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.

10 Comments »

  1. kishor Barot said,

    August 24, 2024 @ 12:02 PM

    સુંદર ગઝલ

  2. Yogesh Samani said,

    August 24, 2024 @ 12:23 PM

    ખૂબ સરસ ગઝલ.

  3. Asmita Shah said,

    August 24, 2024 @ 12:27 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ

  4. Riyaz langda (mahuva) said,

    August 24, 2024 @ 12:37 PM

    વાહ

  5. gaurang thaker said,

    August 24, 2024 @ 12:47 PM

    વાહહહહહહ…

  6. Pinki said,

    August 24, 2024 @ 12:51 PM

    વાહ ઉત્તમ ગઝલ… દરેક શેર લાજવાબ !!

  7. Mita mewada said,

    August 24, 2024 @ 12:51 PM

    Mast gazal

  8. Aasifkhan Pathan said,

    August 24, 2024 @ 1:13 PM

    વાહ વાહ સરસ ગઝલ

  9. Piyush Bhatt said,

    December 22, 2025 @ 8:35 PM

    અત્યારે આપણે સૌ જાણે જ્વાળામુખીની ટોચ પર બેઠા હોઈએ એવી વિશ્વના બધા દેશોનો પરિસ્થિતિ છે. યુધ્ધ, આતંકવાદ અને આંતરિક વિગ્રહો એ આંતરરાષ્ટ્રીય સમસ્યા થઈ ચુકી છે ત્યારે કવિ શ્રી જાતુષ જોષીની આ ગઝલ એ સંવેદનને વાચા આપે છે. આવો, આપણે પણ આ સરસ, સરળ અને સટીક સંવેદનને અનુભવીએ.

    યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
    હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

    કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
    આપણે તો આપણો આધાર છે.

    આંખ અંજાઈ ગઈ અજવાસથી,
    આંખ સામે એટલે અંધાર છે.

    આ સકલ સંસાર કંઈ મોટો નથી,
    આપણાં મનનો ફકત વિસ્તાર છે.

    શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
    શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

    – જાતુષ જોષી

    પ્રથમ મત્લાથી જ આ રચના આપણાં ચેતાતંત્રને યુદ્ધની વિફળતા વિશે વિચાર વિમર્શ કરવા પ્રેરે છે. યુધ્ધથી કોઈ પક્ષનું ભલું થતું નથી. બંન્ને પક્ષે હાર અને નુકસાન જ છે. એ નિહિતાર્થ સત્ય છે.

    બીજો શેર સ્વતંત્ર અર્થછાયા ધરાવતો હોવા છતાં જાણે એ જ બાબતને સમર્થન આપે છે. આપણે ઈશ્વર પર બધું જ છોડી દઈએ છીએ. પણ હકીકતે આપણે જ આપણો આધાર છીએ એ રીતે આપણી સમસ્યા માટે પણ આપણે જ જવાબદાર હોઈએ છીએ.

    ત્રીજો શેર પણ સરસ અનુભવ કરાવે છે. આપણી આંખો નવી નવી ટેકનિક અને નવતર શોધોથી અંજાઈ જઈ અજવાસથી સભર કરે પણ આંખ સામેનાં આપણી જ આસપાસનાં અંધકારથી અજાણ રહી આપણું જ નુકસાન વેઠીએ. મારી દ્રષ્ટિએ આ શેર પણ ગઝલનાં મુખ્ય ભાવને ઘૂંટી આગળ લઈ જાય છે.

    ચોથો શેર ‘સકળ સંસાર મોટો નથી પણ આપણાં મનનો જ વિસ્તાર છે’ એવી વિધાન વાક્ય જેવી દલીલ દ્વારા મનની આંટીઘૂંટીઓ કેવી કેવી માયાઓ રચે છે તેનો ચિતાર આપે છે.

    અંતિમ શેર તો શબ્દશક્તિનાં પોંખણા કરી તેને ઈશ્વર સાથે સરખાવી શબ્દ મહત્તા સ્થાપિત કરે છે.

    ખરેખર કવિએ આ સાધ્યંત સુંદર ગઝલ દ્વારા ભાવકની સંવેદનશીલ ચેતનાને ઢંઢોળવાનું કામ કર્યું છે. કવિશ્રી જાતુષ જોષીને આવી સંતર્પક ગઝલ આપવા બદલ અભિનંદન.
    વિવેકભાઈએ બહુ જ વિવેકપૂર્વક આપણી વૈચારિક બારીઓ નવી દ્રષ્ટિએ ખોલવાનું કામ હાથ ઉપર લીધું છે. એમનો આભાર.

    – પીયૂષ ભટ્ટ

  10. વિવેક said,

    December 25, 2025 @ 6:54 PM

    @પીયૂષ ભટ્ટ:

    સરસ મજાના પૃથક્કરણ બદલ ખૂબ ખૂબ આભાર…

    આપ જેવા ભાવકોથી જ લયસ્તરો રળિયાત છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment