કરું છું – ગૌરાંગ ઠાકર
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.
મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
– ગૌરાંગ ઠાકર
ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !
'ઈશ્ક'પાલનપુરી said,
May 27, 2009 @ 1:20 AM
સરસ ગઝલ! વાહ! વાહ!
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
સચોટ વાત કરી છે!
-‘ઈશ્ક’પાલનપુરી
Jina said,
May 27, 2009 @ 1:53 AM
કેટલી સુંદર વાત….
dr firdosh dekhaiya said,
May 27, 2009 @ 3:32 AM
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
જમાવી છે ને બોસ!
પંચમ શુક્લ said,
May 27, 2009 @ 3:45 AM
વાહ, ઊંચી વાત…
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
Pinki said,
May 27, 2009 @ 4:48 AM
વાહ, બઢિયા ગઝલ ……. !!
ડો.મહેશ રાવલ said,
May 27, 2009 @ 5:54 AM
ગૌરાંગભાઈની માત્ર આ એક નહીં કોઈપણ ગઝલ લ્યો, એકાદ શૅરમાં એવી ચોટદાર ચમત્કૃતિ હોય
કે,તમને ય ખબર ન રહે ને વાહ!,ક્યા બાત હૈ…. ઉદગાર સરી પડે.
-અભિનંદન મિત્ર!
sunil shah said,
May 27, 2009 @ 6:33 AM
સુંદર મત્લાથી શરૂ થયેલી વાત વહાલ,કલમ, દશા–દિશાથી વહીને આદમ સુધી પહોંચી ગઈ.પૂરી થઈ ગયાનો અફસોસ..!.હજી બે–પાંચ શેર વધુ હોત તો..?
મઝા આવી દોસ્ત.
mukesh Variawa, Surat said,
May 27, 2009 @ 6:39 AM
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
સુંદર વાત….
ગૌરાંગભાઈની ગઝલની ચાતક પક્ષિની જેમ રાહ જોતો હતો. આજે પ્યાસ પુરિ થઇ. આભાર વિવેક્ભાઇ.
'મન' પાલનપુરી said,
May 27, 2009 @ 7:38 AM
અર્થસભર માણવા લાયક રચના. બહોત અચ્છે, ગૌરાંગભાઈ.
ઊર્મિ said,
May 27, 2009 @ 7:46 AM
વાહ…. દુર્ભાગ્યને ધૂળધાણી કરવાની વાત તો ખૂબ જ ગમી.
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
બધ્ધા જ અશઆર તગડા થયા છે, પણ આ શેર જરા વધુ ગમી ગયો.
અભિનંદન ગૌરાંગભાઈ.
pragnaju said,
May 27, 2009 @ 7:52 AM
મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.
ખૂબ સરસ
કાંઈક આ પ્રકારનો!
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
mrunalini said,
May 27, 2009 @ 8:00 AM
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.
વાહ—કાબીલે દાદ
બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે
મોતીની સેજો ઉષાએ,.
પધારો કે આજે ચમનની યુવાની …
હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ′,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.
kirankumar chauhan said,
May 27, 2009 @ 8:52 AM
વાહ! ગૌરાંગભાઇ વાહ! ખૂબ સુંદર ગઝલ.
sudhir patel said,
May 27, 2009 @ 11:29 AM
સરસ મત્લાથી શરુ થઈ પૂરી થતા સુધીની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
nilam doshi said,
May 27, 2009 @ 11:23 PM
ગૌરાંગભાઇની ગઝલની સુન્દર પંક્તિ મારા ગધ્ય લખાણમાં હું અવારનાવર વાપરું છું. મિત્રતાના પૂરા હક્કથી..અને તેમણે મારા આ હક્કનો સ્વીકાર કરેલ છે એ બદલ આભારી પણ ખરી.
જોકે મિત્રતાને આભાર..? અને છતાં…
સુન્દર રચના..
મારા પુસ્તક ” દીકરી મારી દોસ્ત “માં પહેલા પાને જ તેમની ગઝલ પંક્તિ મૂકી છે. તે જોઇને ગૌરાંગભાઇએ કહેલ કે આ પુસ્તક તો મને અર્પણ થયેલું હોય તેવું લાગે છે.
SWEETU/AHMEDABAD said,
May 28, 2009 @ 12:17 AM
ME BHITRA NO ANAND MANI LIDHO CHE,HAVE VAHAL NI ROJE LAHANI KARU CHU.VAHHHH.GURANG MAMA AUSTRALIA AVI NE TAMARI KAVITA AAWEBSITE PER THI VANCHVA MALI.EKEK KAVITA KHUBAJ SARAS CHE.
deepak said,
May 28, 2009 @ 12:37 AM
બધા મિત્રો સાથે હું પણ સહમત છું….
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
આ શેર સાચેજ ખુબજ સરસ થયો છે…
પણ મને તો આખી ગઝલજ ગમી ગઈ… 🙂
Rakesh Thakkar said,
May 28, 2009 @ 12:37 AM
સરસ વિચારો સાથેની ગઝલ. આ શેર તો શિરમોર રહ્યો.
સ્દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
kaushik bhanshali said,
May 28, 2009 @ 5:09 AM
સરસ ગઝલ લખી પાની નથી ત્યા ઉજાનિ કરી
Angel Dholakia said,
May 28, 2009 @ 6:41 AM
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.
very nice!
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
સત્ય.
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
“હું તેથી આ લોહીનું પાણી કરું છું.”
ગઝલ ફક્ત શાહી જ નથી માગતી, ખરેખર……..
Rupal Vyas said,
May 30, 2009 @ 3:49 AM
ખૂબ સુંદર ગઝલ.
Sandhya Bhatt said,
June 16, 2009 @ 9:08 AM
ગૌરાંગભાઈ, તમારી ગઝલમાં નિશ્ઠા અને સૌમ્યતા સ્પર્શી જાય.
shaunak said,
August 24, 2009 @ 11:35 PM
સલામ સાહેબ………………………………….
sagar said,
December 10, 2013 @ 4:52 AM
આફરીન
sagar kansagra said,
December 10, 2013 @ 4:54 AM
અફરીન
sagar kansagra said,
June 20, 2014 @ 5:24 AM
આફરીન