એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

વૃદ્ધની પ્રાર્થના – વજેસિંહ પારગી

એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

– વજેસિંહ પારગી

સ્વયંસિદ્ધ… પીડાની પરાકાષ્ઠા… સહનશક્તિની અંતિમ સરહદ…

10 Comments »

  1. Shah Raxa said,

    October 11, 2024 @ 5:33 PM

    વાહ…હૃદયસ્પર્શી…

  2. બાબુ સંગાડા said,

    October 11, 2024 @ 5:41 PM

    સ્વપ્રીડાને સર્વપ્રીડા બનાવી દેનાર કવિશ્રી વજેસિહ પારગીની
    સુંદર કવિતાની અભિવ્યક્તિ….આપને પણ લયસ્તરો પર મૂકી કવિતા
    સન્માની ખૂબ જ હ્રદયસ્પર્શ

  3. Mayur Koladiya said,

    October 11, 2024 @ 6:16 PM

    ટૂંકું ને ટચ
    Tells so much

  4. Nilam Roy said,

    October 11, 2024 @ 6:55 PM

    પરાકાષ્ઠા!

  5. કમલેશ શુક્લ said,

    October 11, 2024 @ 8:18 PM

    સચોટ!

  6. Neela sanghavi said,

    October 11, 2024 @ 8:43 PM

    ખળભળી જવાય એવી રચના.વાસ્તવિકતા આ જ છે.

  7. હેમેન શાહ said,

    October 11, 2024 @ 9:07 PM

    આમાં છેલ્લી પંક્તિ કાપી નાખવા જેવી છે.

    ક્યાંકથી કઠિયારો આવે…

    ત્યાં જ આ સરસ કવિતા પૂરી થાય છે !

  8. વિવેક said,

    October 11, 2024 @ 11:04 PM

    @ hemen shah

    સહમત…. રચના ત્યાંથી કાપી નાંખી હોત તો અભિવ્યક્તિ વધુ ધારદાર થઈ શકી હોત

  9. Dhruti Modi said,

    October 13, 2024 @ 4:09 AM

    કરુણાજનક સ્થિતિ ! પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે !

  10. Sejal Desai said,

    October 15, 2024 @ 11:42 AM

    હ્રદય સ્પર્શી..કવિની ચેતનાને વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment