જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
– કિરીટ ગોસ્વામી

દહાડીનો અંધકાર – વજેસિંહ પારગી

દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!

– વજેસિંહ પારગી

આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.

11 Comments »

  1. Sejal Desai said,

    August 23, 2024 @ 11:07 AM

    ખૂબ સરસ…દહાડી અને દહાડો…શબ્દપ્રયોગ ખૂબ સરસ રીતે વણી લેવાયા છે..

  2. Pravin Shah said,

    August 23, 2024 @ 11:20 AM

    ખૂબ સરસ !

  3. Yogesh Samani said,

    August 23, 2024 @ 12:51 PM

    સરસ રચના.

  4. સુષમ પોળ said,

    August 23, 2024 @ 1:31 PM

    ખૂબ સરસ

  5. Varsha L Prajapati said,

    August 23, 2024 @ 1:47 PM

    અસરકારક હૃદયસ્પર્શી શબ્દો…..😊

  6. Varsha L Prajapati said,

    August 23, 2024 @ 1:49 PM

    અસરકારક હૃદયસ્પર્શી શબ્દો….. ખૂબ સરસ સંકલન કવિ 😊

  7. Varsha L Prajapati said,

    August 23, 2024 @ 1:50 PM

    મર્મસ્પર્શી રચના

  8. Shabnam khoja said,

    August 23, 2024 @ 2:34 PM

    Wahh ખૂબ સરસ રચના

  9. Riyaz Langda said,

    August 24, 2024 @ 9:56 AM

    ખૂબ સરસ

  10. Poonam said,

    August 26, 2024 @ 5:23 PM

    મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!
    – વજેસિંહ પારગી – sundar !

    Aaswad 😋

  11. વિપુલ પટેલ said,

    September 7, 2024 @ 8:30 AM

    પ્રથમ વખત લયસ્તરો પરની રચનાઓ વાચી ખૂબ જ આનંદ થયો
    સામાન્ય જીવનશૈલી અને તેમા ગહન તત્ત્વ દર્શનની વાત કવિ એ કરી છે એજ મજાની વાત છે કવિત્ત્વ કયાં છે ?.એનુ ઉત્કૃષ્ટ ભાવથી વર્ણન કરેલ છે સરળ શબ્દોમા આરંભમંગલથી લઈ કાવ્યહેતુ,કાવ્યભેદ
    અને કાવ્ય પ્રયોજન ખૂબ જ સુદર રીતે વર્ણન કરેલ છે
    કવિશ્રી વજેસિિહ પારગી ને દિલથી નમન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment