જિંદગીને માણી – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.
વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…
મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.
રિયાઝ લાંગડા(મહુવા). said,
June 27, 2024 @ 11:37 AM
ખૂબ સરસ…
નેહા said,
June 27, 2024 @ 11:49 AM
વાહ વાહ..
Kiran Jogidas said,
June 27, 2024 @ 11:51 AM
ખૂબ સરસ ગઝલ💐 અભિનંદન પૂર્વીને
Yogesh Samani said,
June 27, 2024 @ 12:05 PM
વાહ વાહ ને વાહ. અફલાતૂન ગઝલ.
પીયૂષ ભટ્ટ said,
June 27, 2024 @ 12:23 PM
જીવનને positive attitude થી આવકારીએ તો એ તેની તમામ
ક્ષણો જે સ્વરૂપે આવે તેને પણ માણી શકાય. આવા હકારથી આ ગઝલ શરૂ થાય છે. પછી પીડાની અનુભૂતિ થાય છે. પણ એ માં યે ટકી રહેવાનું છે. સ્વાગત છે પ્રથમ સવારનું.
Vinod Manek 'Chatak' said,
June 27, 2024 @ 12:43 PM
અભિનંદન અને આવકાર નવા ગઝલ સંગ્રહને
સરસ ગઝલ…
Poonam said,
June 27, 2024 @ 4:17 PM
જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી… waah !
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ –
Pinki said,
June 27, 2024 @ 5:32 PM
વાહ સરસ !!
પૂર્વી બ્રહ્મભટ્ટ said,
June 27, 2024 @ 9:59 PM
ખૂબ ખૂબ આભાર vivekbhai 😊🙏
Dhruti Modi said,
June 28, 2024 @ 4:52 AM
ખૂબ ગમી ગઝલ ! ❤️🌹🌹
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
અમે પણ વખાણી ….
Dhruti Modi said,
June 28, 2024 @ 4:55 AM
ખૂબ ગમી ગઝલ ! ❤️🌹🌹
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
અમે પણ વખાણી ….
મેં પહેલી વાર આ કોમેન્ટ મૂકી છે એ રીપીટ નથી …. ધૃતિ મોદી
શૈલેષ પંડ્યા નિશેષ said,
June 29, 2024 @ 10:44 AM
વાહ. સરસ… એકદમ પીઝીટીવીટી ભરી ગઝલ.. અભિનંદન બેન શ્રી