સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !
વિહંગ વ્યાસ

એવું પણ બને – રશીદ મીર

પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.

સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.

આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.

સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!

ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.

આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.

બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.

– રશીદ મીર

7 Comments »

  1. દીપક પેશવાણી said,

    May 11, 2024 @ 11:56 AM

    વાહ વાહ

  2. Aasifkhan Pathan said,

    May 12, 2024 @ 12:11 AM

    વાહ સરસ ગઝલ

  3. Dhruti Modi said,

    May 13, 2024 @ 3:01 AM

    સરસ ગઝલ !

    ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
    વર્ષો પછીય કળ ના વળે એવું પણ બને.
    વાહ ! 👌👌

  4. Mita gor mewada said,

    May 16, 2024 @ 12:51 PM

    Very nice

  5. DILIPKUMAR CHAVDA said,

    May 16, 2024 @ 3:41 PM

    વાહ બધા જ શેર આહલાદક થયા છે પણ જામમાં બ્રહ્માંડ વાહ વાહ વાહ

  6. Kavita shah said,

    May 16, 2024 @ 6:39 PM

    મીર ભાઈની સુંદર ગઝલ

    ગઝલમાં ડોક્ટરેટ કરનાર વડોદરાના કવિ શ્રી
    રશીદભાઈ મીર સાહેબની શબ્દચેતનાને વંદન

  7. Poonam said,

    May 27, 2024 @ 9:34 AM

    ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
    વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને. Badhiya…
    – રશીદ મીર –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment