(जानना) – विनोद कुमार शुक्ल
हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था
इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था
हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।
– विनोद कुमार शुक्ल
અનુવાદની આવશ્યક્તા ન હોવાથી મૂળ કવિતા જ રજૂ કરું છું. સારી કવિતા જટિલ શબ્દાડંબરની જરાય મહોતાજ હોતી નથી. સીધી દિલથી નીકળેલી વાત યથાતથ બીજા દિલ સુધી પહોંચાડી શકે એ સાચી કવિતા. અનુવાદ તો અપ્રસ્તુત જણાય જ છે, પિષ્ટપેષણ પણ બિલકુલ અનાવશ્યક લાગે છે. પણ એટલું જરૂર કહીશ કે આ રચના એકવાર વાંચીને આગળ વધી જવાને બદલે ત્રણ-ચારવાર એમાંથી પસાર જરૂર થજો અને પછી મને કહેજો કે કેવું લાગ્યું!
સુનીલ શાહ said,
April 7, 2024 @ 11:37 AM
જોરદાર..
ડૉ.માર્ગી દોશી said,
April 7, 2024 @ 11:38 AM
એકદમ સરળ શબ્દોમાં આખાં જીવનનો સાર અહીં અભિભૂત થાય છે! Nice sharing👏
આવી કવિતાઓ શબ્દોના કોઇ જ આડંબર વિના પણ શાશ્વત જીવી જાય છે! ઉમદા 👌👌
દીપક પેશવાણી said,
April 7, 2024 @ 11:44 AM
વાહ વાહ.. બહુ જ મસ્ત…
સુષમ પોળ said,
April 7, 2024 @ 1:28 PM
ખૂબ સુંદર રચના.
DILIPKUMAR CHAVDA said,
April 7, 2024 @ 1:52 PM
ખૂબ જ સરળ ભાષામાં ખૂબ જ ઉચ્ચ કક્ષાની કૃતિ સર્જકને અત્યંત આનંદ સહ અભિનંદન
Jayshree Bhakta said,
April 7, 2024 @ 9:56 PM
કેવી સરળ વાત.. કે હાથ અને સાથ મળે એ જરૂરી છે, ઓળખાણ તો optional છે!
નેહા પુરોહિત said,
April 8, 2024 @ 6:36 PM
લાંબા અંતરાલ બાદ આવી સરસ કવિતા વાંચવા મળી.
શબ્દોનો કરકસરી ઉપયોગ કરી સંવેદનો છલકાવી દેવા
એ બહુ અઘરું છે. સુંદર કૃતિ ભાવકો સુધી પહોંચાડવા
બદલ ‘લયસ્તરો’નો આભાર.