ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મરીઝ

તો સારું – રીનલ પટેલ

જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું

બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.

જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.

હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું

જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.

સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.

– રીનલ પટેલ

લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.

એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.

6 Comments »

  1. બાબુ સંગાડા said,

    December 21, 2023 @ 11:42 AM

    રીનલ પટેલનાે “એ તરફ ઢોળાવ “કાવ્યસંગ્રહ ગુજરાતી
    ભાષાને આપવા બદલ શુભેચ્છા …આગળ પણ સારું સાહિત્ય
    તેમના તરફથી ઉપલ્બ્ધ થાય તેવી શુભકામનાઓ

  2. preetam lakhlani said,

    December 21, 2023 @ 12:43 PM

    લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.

  3. DILIPKUMAR CHAVDA said,

    December 21, 2023 @ 1:43 PM

    બધા જ શેર મજાના…
    અભિનંદન કવિયત્રીને

  4. પ્રકાશ સોજીત્રા said,

    December 22, 2023 @ 7:37 AM

    દરેક શે’ર ઉમદા છે, સાહિત્યને શોભે એવા છે. ખૂબ ખૂબ અભિનંદન સર્જકને.. 💐💐

  5. Leena said,

    December 22, 2023 @ 11:21 AM

    ઓછા શબ્દો, ઝાઝી વાતો; વાજબી અને સાચી વાતો….કવયિત્રીને અભિનંદન.

    વ્યક્ત થવું હોય પણ મોટાભાગે એવું કરી ન શકાતું હોય એવી સાર્વત્રિક પણ વ્યક્તિગત લાગણી આબાદ વર્ણવી છે. છેલ્લો શેર એટલે મંથન પછીનું વિષામૃત.

  6. ashok trivedi said,

    December 25, 2023 @ 1:27 PM

    અભિનંદન. સારી રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment