હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી

આત્મદીપો ભવ – – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારાo

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારાo

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેલ છુપાયાં;
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારાo

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં.. તું તારાo

– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

લયસ્તરો તરફથી સર્વ કવિમિત્રો તેમજ વાચકમિત્રોને દિપોત્સવી પર્વનાં ખૂબ ખૂબ વધામણાં…

આપણી ભાષાની અજરામર રચના. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જેણે આ રચના ગાઈ-સાંભળી નહીં હોય. વિશ્વકવિતાની હરોળમાં અગ્રિમ સ્થાન પામી શકે એવી આ ગીતરચના સરળ પદાવલિ અને સહજ પ્રતીકોના વિનિયોગને લઈને જનમાનસમાં પ્રાર્થનાનું સ્થાન લઈ પ્રકાશી રહી છે.

4 Comments »

  1. Pragnaju said,

    November 12, 2023 @ 8:29 PM

    સર્વ કવિમિત્રો , વાચકમિત્રો અને લયસ્તરોને દિપોત્સવી પર્વનાં ખૂબ ખૂબ વધામણાં
    કવિશ્રી ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’નુ ખૂબ ગમતું પ્રાર્થના ગીત માણી આનંદ
    માણો

  2. Dr Bhuma Vashi said,

    November 15, 2023 @ 3:04 PM

    સરળતામાં સૌંદર્ય. વાહ.

  3. Poonam said,

    November 17, 2023 @ 9:33 AM

    આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં.. તું તારાo
    – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી –
    Saral ne Sundar !

  4. Lata HIrani said,

    November 21, 2023 @ 6:04 PM

    હૈયે ને હોઠે વસેલી પ્રાર્થના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment