મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી

તરસ લાગે – ભરત વિંઝુડા

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.

તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે?

એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમને સામને તરસ લાગે.

ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.

જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘ચિત્તની લીલાઓ’નું સહૃદય સ્વાગત…

સપાટી પર સરળ ભાસતી ભરત વિંઝુડાની ગઝલોમાં મોટાભાગે આસ્તેથી પડળ ઉખાડો તો વધુ ગહન લાગે છે. પ્રસ્તુત રચનાને પણ હળવે હળવે ખોલવામાં વધુ મજા છે.

5 Comments »

  1. Parbatkumar nayi said,

    July 27, 2023 @ 11:53 AM

    વાહ
    મજાની ગઝલ ખૂબ શુભેચ્છાઓ ભરતભાઈને

  2. Varij Luhar said,

    July 27, 2023 @ 11:57 AM

    વાહ.. ખૂબ સરસ ગઝલ ..

  3. kishor Barot said,

    July 27, 2023 @ 12:56 PM

    ભરતભાઈની ગઝલની એક અનોખી અદાયગી હોય છે.

  4. pragnajuvyas said,

    July 27, 2023 @ 6:19 PM

    કવિશ્રી ભરત વિંઝુડાની સુંદર ગઝલ
    કવિના નવ્યસંગ્રહ ‘ચિત્તની લીલાઓ અંગે અભિનંદન
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  5. સિકંદર મુલતાની said,

    July 28, 2023 @ 2:54 PM

    વાહ👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment