રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
– બાપુભાઈ ગઢવી

(બહુ મોંઘી પડી) – રશીદ મીર

જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.

કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી,
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી.

ઊંઘ આપીને પછી વિહ્વળ બનાવ્યો છે મને,
રેશમી ઝુલ્ફોની દિલદારી બહુ મોંઘી પડી.

આભ આખી રાત મારી આંખમાં વરસ્યું છતાં,
ભાગ્યના તારાની નાદારી બહુ મોંઘી પડી.

એક ડૂસકું ખાઈને જંપી ગઈ આ રાત પણ—
પાછલી રાતોની બેદારી બહુ મોંઘી પડી.

કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.

મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.

– રશીદ મીર

સહજ-સંતર્પક…

1 Comment »

  1. Pragnaju said,

    October 28, 2023 @ 2:31 AM

    કવિશ્રી રશીદ મીર ગઝલકાર, વિવેચક, સંપાદક અને સંશોધનકાર હતા.તેમની અફલાતૂન ગઝલ
    બદલ ધન્યવાદ ડૉ વિવેકને
    કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
    તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.
    મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
    ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.
    આ શેર અને મક્તાનો શેર ખૂબ ગમ્યા
    જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એની જ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે.જીવનમાં જે જે ધાર્યું હતું¸જે જે ઇચ્છ્યું હતું¸જે જે ઝંખ્યું હતું એ બધું ધારણા કરતાં જુદું જ નીકળ્યું, એ વાત અહીં આખી ગઝલમાં બસ ઘૂંટાયા જ કરે છે¸પડઘાયા જ કરે છે….અને અંતે અપૂર્ણ ઇચ્છાનો,અધૂરી ઝંખનાનો એક ઉઝરડો,એક ઘાવ… આપણા મન ઉપર ચિર અંકિત થઇ જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment