નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
– ખલીલ ધનતેજવી

સુખનું શબ્દચિત્ર – મધુસૂદન પટેલ ‘મધુ’

આ શબ્દચિત્ર મારા સુખનું છે, લો જુઓ જી,
બે પાંદડે થયો છું, છું જન્મજાત મોજી.

નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ,
લાંબી રદીફ લીધી, લાંબી બહર પ્રયોજી.

લય-છંદ જાળવીને પણ તીવ્રતા વધારી,
મિસરાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી

પામું છું નિત નવું કૈં, છોડું છું કૈંક જૂનું,
બન્નેનું એક કારણ; કાયમ રહું છું ખોજી.

ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાદ્યંત સુંદર રચના… મુસ્કાનની ઇમોજીની મોજ લ્યો કે હે જી-હો જીની, એ આપના પર…

7 Comments »

  1. pragnajuvyas said,

    August 3, 2023 @ 3:01 AM

    કવિશ્રી મધુસૂદન પટેલ ‘મધુ’ની સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી…
    વાહ કવિ!
    જલસા પડી ગયા
    માણો…

  2. સંજુ વાળા said,

    August 3, 2023 @ 11:37 AM

    સરસ ગઝલ
    કેટલાક સુંદર અને તાઝગીસભર ભાવકલ્પો મઝા કરાવે છે.
    અભિનંદન મધુ

  3. kishor Barot said,

    August 3, 2023 @ 12:15 PM

    મધુભાઈએ આજે ખરા અર્થનો જલસો કરાવ્યો.

  4. Shah Raxa said,

    August 3, 2023 @ 4:35 PM

    વાહ..વાહ…તાઝગીસભર કલ્પનો….🙏💐

  5. સુનીલ શાહ said,

    August 4, 2023 @ 7:42 PM

    તાજગીસભર અભિવ્યક્તિ. કવિને અભિનંદન

  6. Poonam said,

    August 8, 2023 @ 5:04 PM

    ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
    થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !
    – મધુસૂદન પટેલ ‘મધુ’- kyaa baat !

    🙃

  7. લતા હિરાણી said,

    August 15, 2023 @ 4:13 PM

    વિવેકભાઈના શબ્દો જ ફરી
    સાદ્યંત સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment