(આગ અબ્બીહાલની) – ભાવેશ ભટ્ટ
ક્યારનો ચિંતા કરે છે કાલની,
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની.
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની!
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
– ભાવેશ ભટ્ટ
ગઝલસ્વરૂપની ખરી કરામત એ છે કે એ મોટામાં મોટી ફિલસૂફીને પણ સહજ-સાધ્ય શબ્દોમાં રજૂ કરી શકે છે. Carpe Diem – ‘આ ક્ષણમાં જીવો’ જેવી વાત કવિ મત્લામાં આબાદ ઝીલી શક્યા છે એ તો ખરું જ, પણ સહેજ પણ ભાષાડંબરનું મોણ નાખ્યા વિના એ ખાસ નોંધવા જેવું. અબ્બીહાલ જેવા લોકબોલીના શબ્દને કામમાં લઈને કવિએ કમાલ કરી છે. મંચ પર છટાદાર રજૂઆત વડે વન્સમોરના પુરસ્કાર પામતા રહેતા કવિની ગઝલના શેરની બે પંક્તિ વચ્ચેના ઊંડાણની પણ નોંધ લેવાવી જોઈએ.
નિનાદ અધ્યારુ said,
July 13, 2023 @ 11:13 AM
હસ્તરેખા થઇ ગઈ દીવાલની
ક્યા બાત !
Rinku Rathod said,
July 13, 2023 @ 11:14 AM
કયા બાત !!
Aasifkhan aasir said,
July 13, 2023 @ 11:24 AM
વાહ વાહ
ખુબસરસ
ગઝલ
Bharati gada said,
July 13, 2023 @ 11:42 AM
ખૂબ સુંદર રચના, ખૂબ સરસ આસ્વાદ 👌👌
Yogesh Samani said,
July 13, 2023 @ 11:55 AM
👌વાહ વાહ ને વાહ. ઉમદા ગઝલ.
Chetan Framewala said,
July 13, 2023 @ 2:23 PM
કયા ખૂબ
…
સિકંદર મુલતાની said,
July 13, 2023 @ 4:48 PM
વાહ..’મન’ સા’બ…
-સિકંદર મુલતાની said,
July 13, 2023 @ 4:51 PM
વાહ.. મન સા’બ👌👌
મનીષા શાહ'મૌસમ' said,
July 13, 2023 @ 5:37 PM
સુંદર ગઝલ
દક્ષા સંઘવી said,
July 13, 2023 @ 7:34 PM
વાહ મસ્ત ગઝલ મત્લા ક્યા બાત્
pragnajuvyas said,
July 13, 2023 @ 8:15 PM
સાદ્યંત સુંદર મનનીય ગઝલ
માણતા લાગે- છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની?
ડો વીવેકદ્વારા સ રસ આસ્વાદ
વર્તમાન ગુજરાતી ગઝલના ઉત્તમ કવિ ભાવેશ ભટ્ટના મુખે સાંભળો તેમની અદ્ભુત રચનાઓ.
Poonam said,
July 15, 2023 @ 11:15 AM
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની! Waah !
– ભાવેશ ભટ્ટ –
Aaswad mast 👌🏻
DILIPKUMAR CHAVDA said,
July 15, 2023 @ 1:06 PM
વાહ હસ્તરેખા,
મજાની ગઝલ
Jagdish said,
August 1, 2023 @ 8:54 AM
Same gazal
વિવેક said,
August 1, 2023 @ 10:55 AM
@ જગદીશ:
સાચી વાત છે… પોસ્ટ થઈ ગયા બાદ અમારું ધ્યાન પણ ગયું હતું…
ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર