ગઝલ – ભાવેશ ભટ્ટ
ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
– ભાવેશ ભટ્ટ
છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…
Rina said,
September 12, 2013 @ 1:46 AM
Waaaahhh
nanrendrasinh chauhan said,
September 12, 2013 @ 3:17 AM
ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની ! ખુબ સુન્દર
Mitsu said,
September 12, 2013 @ 3:25 AM
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની ! i did not get the meaning of last lines
dr.ketan karia said,
September 12, 2013 @ 3:58 AM
ભાવેશ ભટ્ટ કેટ્લાક એવા નામોમાંનું એક છે કે લયસ્તરોનો મેસેજ ઇનબોક્સમાં વાચતા જ મુખ્ય પેઇજ પર પહોંચવાની તીવ્રતા રોકી શકાય નહિ, મહત્વની વાત એ છે કે તરસ અચૂક છીપાય… ગઝલ ખૂબ જ ગમી.
Manubhai Raval said,
September 12, 2013 @ 6:31 AM
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
વાહ ભાવેશભાઈ વાહ ક્યા બાત હૈ ખુબ સરસ.
sudhir patel said,
September 13, 2013 @ 12:20 PM
વાહ! ખૂબ સુંદર ગઝલ!!
સુધીર પટેલ.
chandresh said,
September 16, 2013 @ 5:37 AM
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની ! ખુબ સુન્દર
dhaval soni said,
September 19, 2013 @ 11:39 PM
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
સbahu j saraqs lakhyo che aa shaer… salute boss. akhi gazal j mast che.. vare vare bas manta rahiye.
Harshad Mistry said,
September 21, 2013 @ 11:57 AM
Sunder!! Like it.
preetam Lakhlani said,
September 24, 2013 @ 9:00 PM
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
બહુ જ જોર દાર શેર્…..ભાવેશ નવેમ્બરમાં મુંબઇમાં આવુ છું, આખો અમદાવાદ અને અરધો ફેબ્રરુઆરી સોરાષ્ટ્/ગુજરાતમાં છું.અ’વાદમાં ચોક્કસ મલશું…