સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

(મેઘમુબારક) – ઉર્વીશ વસાવડા

છે આકાશે ઘેરાં વાદળ, મેઘમુબારક
જાણે આભે આંજ્યું કાજળ, મેઘમુબારક

શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘમુબારક

બે પથ્થરની વચ્ચે કાલે કાલે નહોતું કઈ પણ
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘમુબારક

મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
હરખ કરું હું એની આગળ, મેઘમુબારક

આભમહેલમાં કેદ થયોતો દરિયો આખો
આજ ખૂલી ગઈ એની સાંકળ, મેઘમુબારક

– ઉર્વીશ વસાવડા

(સ્મરણ: નિતીન વડગામા)

ગઈ કાલે આપને કવિની કલમે “પ્રથમ વરસાદની વેળા” માણી… આજે એમની જ કલમે બીજી એક ગઝલ માણીએ.

વાંચતાવેંત સંવાદ સાધવા માંડે એવી મજાની ભીનીછમ ગઝલ સાથે લયસ્તરોના તમામ કવિમિત્રો તેમજ ભાવકમિત્રોને મેઘમુબારક…

1 Comment »

  1. pragnajuvyas said,

    June 30, 2023 @ 6:53 AM

    કવિશ્રી ઉર્વીશ વસાવડાની રીમઝીમ વરસતા વરસાદના લય જેવી સુંદર ગઝલ મેઘમુબારક નો ડૉ.વિવેક દ્વારા સરસ આસ્વાદ–આકાશના વાદળની ઉત્કંઠા અને ધરતીની ઉર્મીઓનું ક્યારેય મિલન શક્ય નથી. એટલે જ એની ઉર્મીઓના વાહક બનતું એક માત્ર અદભુત પ્રતીક એટલે વરસાદ
    મનમા ગુંજે
    ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
    ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક ! કવિશ્રી નિતીન વડગામાનીગઝલ
    મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
    હરખ કરું હું એની આગળ, મેઘમુબારક વાતે યાદ આવી– વરસાદ એટલે બાળપણને આમંત્રણ. આપણે અનનેસેસરીલી એવા મોટા થઈ ગયા છીએ કે, આપણે એ પણ ભૂલી ગયા છીએ કે, વર્ષો પહેલા બાળપણમાં વરસાદના પાણીમાં આપણા જહાજો ચાલતા. અત્યારે પણ બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને મોટેથી હસી તો જુઓ, મજ્જા પડશે…
    આ.ભગવતીકુમાર શર્માની રચનામાં વરસાદની સોડમ ક6ઇક ઓર જ છે , ‘હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને ત્રીજો વરસાદ એવું કાંઈ નહીં, હવે માટીની ગંધ અને ભીનો સંબંધ મઘમઘતો સાથ, એવું કાંઈ નહીં…
    મયુર ને મેઘ મુબારક
    કોયલ ને ટહુકાર મુબારક
    ચંદ્ર ને ચાંદની મુબારક
    તમને બધાને
    અષાઢી બીજ મુબારક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment