એક કહાની ઐસી ભી… – દક્ષા બી. સંઘવી
લટકચમેલી જેવી છોરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલે ત્યારે છોરીની આ લટકમટકતી ચાલે આખું ફળિયું કોળે
ગરમાળા જેવો એક છોરો ડોક નમાવી ફળિયા વચ્ચે સમી સાંજનો સોનલવરણો ઝરમર ઝીણો તડકો ઢોળે
તને ખબર છે! એમ કહીને આંખ નચાવી લટ લહેરાવી છોરી છુટ્ટી મૂકે આખી પતંગિયાની ઝલમલ ટોળી
આંખે અચરજ આંજી છોરો ‘એમ!’ ‘અરે!’ હોંકારા ભણતો વાતું એની ચગળે જાણે હોય રસીલી મીઠી ગોળી
કોક દિવસ છોરાને થાતું કેવું છે ઈ આજે અબ્બીહાલ કહું, પણ ‘કેમ કહું’ની કૂંચી છોરો મનમાં ખોળે
એક દિવસ! હા એક દિવસ તેજી ઘોડી ને લાલ પલાણે આવ્યો કુંવર લાવ્યો રે કાંઈ લાલ ફૂલની લીલી ડાળી
એક દિવસ! હા એક દિવસ તો સોળ સજી શણગાર ચમેલી ઘરચોળાના છેડે તડકો મોતી જેમ પરોવી હાલી
મોં મલકાવી સામે ઊભો છોરો એના પગલે પગલે ફૂલ વેરતો છાને ખૂણે જઈ જઈ રાતી આંખ્યું ચોળે
જાતાં જાતાં લટકચમેલી આંખો ઢાળી દઈ ગઈ’તી જે ફૂલો એની મનભર મસ્ત સુગંધ હજી છોરાના ગજવે
છોરાએ તો ઘસીઘસી ને ધોઈ હથેળી, ધોયું પહેરણ, ધોયું ગજવું તોય હજી એ ગંધ જુઓ છોરાને પજવે
પછી થયું શું?
થયું એમ કે લટકચમેલી નથી-નથીના જાપે સૂનમૂન બેઠો છોરો હાય વીતેલી પળ વાગોળે
વહી ગયેલાં જળ વાગોળે… હાય વીતેલી પળ વાગોળે…
– દક્ષા બી. સંઘવી
એક તો આઉટ ઓફ ધ બોક્સ લાગે એવી લાંબીલચ પંક્તિનું ગીત અને ‘લટકચમેલી’ જેવા સંબોધનથી ઉપાડ- એટલે ગીત સાથે મુલાકાત થતાવેંત એટલો તો ખ્યાલ આવી જ જાય કે રચના જરા હટ કે જ હશે. ગામમાં છોકરી યુવાન થાય એટલે ફળિયું સજીવન થઈ જાય. આપણો કાવ્યનાયક કંઈ કોઈ અપવાદ નથી. ગરમાળો તાપ ઝીલીને ફૂલ ખેરવીને રસ્તાને પીળી ચાદરથી ઢાંકી દે એ વાતને છોકરા સાથે વણી લઈને સર્જક ખૂબ જ મનહર ચિત્ર ખડું કરે છે. રૂપના તાપ સામે ડોક ઝૂકાવી ઊભેલા ગરમાળા જેવો છોકરો સમી સાંજના કુમાશભર્યા તડકા જેવી લાગણીઓ વહેતી કરે છે.
બંને મિત્રો પણ છે, એટલે વાતચીતનો વહેવાર તો છે, છોકરી તરફથી મિત્રતા છે, પણ છોકરો રસીલા મીઠા પ્રેમમાં ઓગળી ચૂક્યો છે. દિલની વાત હમણાં કહું હમણાં કહુંની તાલાવેલી વચ્ચે પણ છોકરાના એકતરફી પ્રેમને વ્યક્ત થવા માટેની ચાવી મનના ભંડકિયામાંથી કેમે કરીને જડતી નથી. નિષ્ફળ પ્રણયકથામાં જે બને એ જ અહીં પણ બને છે. તેજીલી ઘોડી પલાણીને એક કુંવર આવીને સોળ શણગાર સજી છોકરીને પરણીને લઈ જાય છે. છોકરો છોકરીના પગલે પગલે તો સ્મિત અને પુષ્પો વેરતો જઈને પ્રસંગના આનંદમાં અન્હિવૃદ્ધિ કરે છે, પણ ખૂણામાં જઈને બધાથી છાનોમાનો રડીને રાતી થયેલી આંખ ચોળે છે. જતાં જતાં છોકરીએ મિત્રની હથેળીમાં ફૂલ મૂકી ગઈ, જેની સુગંધ અને યાદ હવે કેમે કરીને છોકરાનો કેડો મૂકતાં નથી. સમયજળ અને પ્રેમકહાણી ભલે વહી ગયાં પણ પૂરી ન થયેલી વાર્તાનું અધૂરું પાનું વાગોળતા છોકરાની જિંદગીએ આગળ વહેવાનું છોડી દીધું છે.
Neela sanghavi said,
July 8, 2023 @ 11:37 AM
બહુ જ સરસ અનોખી રચના.લય તો જુઓ કેવો મજેદાર છે.શબ્દો પણ સાવ અનોખા.મજા આવી.
Kiransinh chauhan said,
July 8, 2023 @ 11:44 AM
ખૂબ મજાનું ગીત
લાંબી પંક્તિઓમાં નિષ્ઠાપૂર્વક લય જાળવ્યો.
baarin said,
July 8, 2023 @ 11:52 AM
મઝા પડી , ખરેખર અદભુત રચના .
રમેશ પારેખ ની પેલી બંને રચના ઓ એક છોકરી ના હોય ત્યારે કેટલા બગીચા ઓ અને આખ્ખુંય ગામ વળે નીચે સાથે યાદ આવી જાય એવી રચના
કવિયત્રી ને અભિનંદન તમે કીધું તેમ “લટકચમેલી ” શબ્દ સાથે રહેશે !💐💐🌺🌺🌷
kishor Barot said,
July 8, 2023 @ 11:55 AM
સાચું, રચના પહેલા વાંચનમાં જ ગમી જાય તેવી સશક્ત રચના.
👌
Vinod Manek,Chatak said,
July 8, 2023 @ 12:40 PM
Khoob saras pralamb lay walu hatake geet
Mana s. Vyas said,
July 8, 2023 @ 1:28 PM
સરસ સરસ ..કોમળ ચમેલી જેવી સુંગધીદાર રચના..
Bharati gada said,
July 8, 2023 @ 1:45 PM
વાહ વાહ ખૂબ સુંદર લયબદ્ધ ગીત 👌💐
રાજેશ હિંગુ said,
July 8, 2023 @ 2:16 PM
આહા… મસ્ત મજાનું લયબદ્ધ ગીત… મજા પડી..
દાન વાઘેલા said,
July 8, 2023 @ 2:17 PM
ગીત સર્જક દ્વારા સાદ્યંત અને ભાવક માટે ખૂબ મજાનું ગીત. પરંતુ ગીતના પાત્રોને માટે અક્થ્ય સજાનું ગીત. નાવીન્ય શબ્દ કલ્પન અને ભાવોર્મિ ભર્યું છતાં સહજ અને સરળ ઉપરાંત સૉનેટની છેલ્લી પંક્તિઓના સારાંશ સમું સટીક ગીત ગમ્યું.
સર્જક, આસ્વાદક અને લયસ્તરોના સંવાહકોને અભિનંદન 🎉🎊
::દાન વાઘેલા:::
Ramesh Maru said,
July 8, 2023 @ 2:24 PM
યૌવનપ્રવેશનું સનાતન ગીત…
અફસોસ પણ ‘વહી ગયેલા જળ’ની જેમ વાગોળવો ગમે એવો છે…સુંદર ગીત…
નેહા said,
July 8, 2023 @ 2:35 PM
લયસ્તરોનાં શણગાર જેવી કૃતિ.. વાહ વાહ.
દક્ષા બી.સ્ંઘવી said,
July 8, 2023 @ 3:32 PM
મારી રચના લયસ્તરો પર તમારી સુંદર નોંધ સાથે મુકવા બ્દલ દિલથી વિવેકભાઈ઼. લયસ્તરો ના માધ્યમે અનેક ઉત્તમ રચનાઓને ભાવકો સુધી પહોંચાડવા ની તમારી આ નિષ્ઠાને સલામ્
અહીં આ ગીત ને પ્રતિભાવ આપનાર સૌ સુજ્ઞ્ મિત્રોનો પણ્ આભાર્
કમલેશ શુક્લ said,
July 8, 2023 @ 6:30 PM
ખૂબ સરસ ગીત અને એટલો જ સરસ આસ્વાદ.
Tanu patel said,
July 8, 2023 @ 7:31 PM
‘લટકચમેલી’ એક નવતર શબ્દ સાથે તાલબધ્ધ વહેતું બહુ સરસ પ્રણયગીત..
પીયૂષ ભટ્ટ said,
July 8, 2023 @ 8:22 PM
વાહ વાહ સરસ મજાનું ગીત. સુંદર લયબદ્ધ, તાલબદ્ધ શબ્દ પ્રવાહ વહેતો થયો અને તે મોજ માં ભાવસભર સૃષ્ટિ સર્જી દીધી. આસ્વાદ પણ ઉત્તમ. બન્ને ને અભિનંદન
pragnajuvyas said,
July 9, 2023 @ 12:16 AM
સુંદર દિલ સોંસરવી નીકળી જાય તેવી બલકટ રચના
યાદ આવે
શેરીના છેવાડે ઊભેલા છોકરાને શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
હિનજા ભુખરા વાર બારી મજ બારા ઉડધા વા. ધ્યાન મગ્ન કોક યોગી જે માફક હિ હેકીટસે લોખંડ જે સરીયે જે આરપાર નજર રખી ને વેઠી વી. રુપાળે ચેહરે મથે હવા જે કારણે ભૂરી લટૂ હવામે ઉડધી અને અખ તે અચધી વી. હિ આંગળી જે ટેરવે થી વાર કે કન પુંઠીયા રખી દિંધી વી. હેડી રીતે હિ ધણી વાર વેંઠી વી. આજુ બાજુ મે કોરો થીયે તો હિનીકે કેડા પરવા વી? હિ ત હેકીટસે પિંધ જી મંજીલ કડે અચિંધી હિનજી વાટ નેંરધી જાણે ધોંધાટીયે વાતાવરણ અને ઉતારુએંજી ચહલ પહલ મજ હિંજ વેઠી વી. હેટરે મે ટ્રેન ઉભી રઇ.
Harihar Shukla said,
July 10, 2023 @ 12:03 PM
ઓહો, ઓહો, ઓહો, મોજ💐
Poonam said,
July 10, 2023 @ 1:32 PM
…થયું એમ કે લટકચમેલી…
– દક્ષા બી. સંઘવી – 👌🏻
Aaswad 😊
વિરાજ મયુર દેસાઈ said,
July 10, 2023 @ 5:13 PM
ખૂબ સુંદર રચના..અદ્ભૂત અભિનંદન 🌹🌹🌹🌹🖋
વિરાજ મયુર દેસાઈ said,
July 10, 2023 @ 5:13 PM
વાહ..દક્ષા મજા આવી ગઈ 🌹🌹🌹🌹🖋
Sudhir Patel said,
July 12, 2023 @ 1:08 AM
અદભૂત ગીત. પ્રલંબ લયમાં જાણીતા વિષયની નવીનતમ અભિવ્યક્તિ શાનદાર છે.
દક્ષાબેનને અભિનંદન અને લયસ્તરોને ધન્યવાદ.
સુધીર પટેલ
વિવેક said,
July 12, 2023 @ 10:41 AM
રચના અને આસ્વાદ – ઉભયને પ્રમાણનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર….
Nitin Parekh said,
July 15, 2023 @ 10:20 AM
ખૂબ સરસ ગીત