(પુષ્પ સુધીની સફર) – દર્શક આચાર્ય
એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.
હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.
જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.
ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.
પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !
– દર્શક આચાર્ય
મહેંકવું પુષ્પનું કામ છે. મહેંક પછી કોના અસ્તિત્ત્વને તરબતર કરે છે અને કોના નહીં, એની પંચાતમાં એ પડતું નથી. આપણે ખીલીએ કે ખૂલીએ તો છીએ પણ આપણો પ્રભાવ ક્યાં સુધી અનેકોના-કોન ઉપર પડે છે એ તરફ આપણું ધ્યાન પ્રતિપળ ચોંટેલું રહે છે. આપણા પુષ્પિત થવાથી કોને કેવો અને કેટલો લાભાલાભ થયો એની પંચાતમાં પડ્યા વિના નિસ્પૃહતાથી ખીલતાં શીખીશું ત્યારે મનુષ્ય હોવું સાર્થક થશે.
Varij Luhar said,
May 4, 2023 @ 11:00 AM
વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ
Jay kantwala said,
May 4, 2023 @ 11:04 AM
Waah waah
Yogesh Samani said,
May 4, 2023 @ 11:52 AM
👌વાહહહહ. ખૂબ સરસ ગઝલ.
Bharati gada said,
May 4, 2023 @ 1:45 PM
વાહ ખૂબ સરસ રચના અને આસ્વાદ 👌👌
દર્શક આચાર્ય said,
May 4, 2023 @ 1:59 PM
Aabhar kavi
Neha said,
May 4, 2023 @ 3:08 PM
સરસ કૃતિ..
સુનીલ શાહ said,
May 4, 2023 @ 5:30 PM
મજાની અભિવ્યક્તિ
pragnajuvyas said,
May 4, 2023 @ 6:50 PM
સરસ ગઝલ
DILIPKUMAR CHAVDA said,
May 5, 2023 @ 12:15 AM
Nice One
Poonam said,
May 19, 2023 @ 5:13 PM
ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર…👌🏻 & with sheds !
– દર્શક આચાર્ય –
Aasawad 👌🏻