(શ્વાસની માળા) – જૈમિન ઠક્કર ‘પથિક’
શ્વાસની માળામાં અવસર પ્રોઈએ;
જાતને થોડીક માણી જોઈએ.
આંખ સામે તક ઊભી હો ને બને-
આપણે હાથે કરીને ખોઈએ.
પાંખ હો તો પાંખ ફફડાવી શકો;
આભ મેળવવા અનુભવ જોઈએ.
ડાઘ લાગ્યો છે નગરના ચોક પર;
માત્ર સમજણનાં નયનથી ધોઈએ.
કોઈ અણગમતા સમયની યાદમાં;
આપણે શું કામ કાયમ રોઈએ?
હું, ‘પથિક’ સાચી દિશા પામ્યો છું પણ,
માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.
– જૈમિન ઠક્કર ‘પથિક’
લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘હવાનો પર્યાય’નું સહૃદય સ્વાગત.
सुब्ह होती है शाम होती है, उम्र यूँही तमाम होती है। (मुंशी अमीरुल्लाह तस्लीम) આપણામાંથી મોટાભાગના લોકો ઘાણીના બળદ જેવી જિંદગી જ જીવતાં હોય છે. શ્વાસની આ એકવિધ માળામાં અવસરના મોતી પરોવીને જાતને માણતા શીખવા કવિ આહ્વાન આપે છે. બધા જ શેર મનનીય થયા છે. સીધી સરળ ભાષામાં કવિએ જીવનના તારતમ્યો આબાદ રજૂ કર્યા છે.
Aasifkhan aasir said,
April 27, 2023 @ 11:32 AM
વાહ
સરસ ગઝલ
ચંદ્રશેખર પંડ્યા said,
April 27, 2023 @ 1:18 PM
સુંદર!
ચંદ્રશેખર પંડ્યા said,
April 27, 2023 @ 1:18 PM
સુંદર!
Mohanbhai said,
April 27, 2023 @ 1:59 PM
Very good
Bhautik said,
April 27, 2023 @ 2:09 PM
વાહ સરસ ગઝલ..
Bharati gada said,
April 27, 2023 @ 2:28 PM
વાહ વાહ ખૂબ સુંદર આખી ગઝલ 👌👌
શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' said,
April 27, 2023 @ 3:14 PM
વાહ જયમિનભાઈ ખુબ સરસ ગઝલ સંગ્રહ 👍🙏
Giriraj Brahmbhatt said,
April 27, 2023 @ 6:25 PM
અતિ સુંદર ગઝલ…
pragnajuvyas said,
April 27, 2023 @ 7:00 PM
સરસ ગઝલ
DILIPKUMAR CHAVDA said,
April 27, 2023 @ 9:48 PM
મજાની ગઝલ
અભિનંદન પથિક
જૈમિન ઠક્કર 'પથિક' said,
April 28, 2023 @ 9:43 AM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ સાહેબ અને સૌ મિત્રોનો પણ આભાર
Pravin Shah said,
April 28, 2023 @ 4:23 PM
Jevu sundar kavi nu dil, tevi j sundar temani gazal..
Abhinandan mitr..
Sarla Sutaria said,
April 29, 2023 @ 10:06 AM
વાહ પથિક! ખૂબ સુંદર ગઝલ
Poonam said,
May 7, 2023 @ 2:58 PM
…માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.
– જૈમિન ઠક્કર ‘પથિક’ – Saral ne sundar !
Aaswad pan sir ji 😊
(શ્વાસની માળા) – જૈમિન ઠક્કર ‘પથિક’ – Bhasha Abvhivyakti said,
August 20, 2023 @ 11:16 PM
[…] Permalink […]