(ઉન્નત ધવલ પયોનિધિ છલકત) – રાહુલ તુરી
ઉન્નત ધવલ પયોનિધિ છલકત, મલકત બાળ નિહાર.
માતવદન મૃદુ હેત કરીને પીરસત પયરસ ધાર.
ઉત્સંગ મહી પોઢયું પેટ સ્વયંનું
નીરખીને હરખાય.
રમત કરત બહુ બાલમુકુંદમ્
હસત હસત વલખાય.
મમતભરી આંગળીયો હેતે ઘટ્ટ અલક પસવાર.
કાળજયી કાલાતીત દૃશ્યમ્
નૈન ભરત ઉર માહી.
ભાવ અલૌકિક અદ્દભુત
આહ્લાદક અવર કશે આ નાહી.
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.
– રાહુલ તુરી
આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી અને આજના કવિઓની કલમ ચાર-પાંચ રેઢિયાળ વિષયોના કુંડાળામાં ફયા કરવાના બદલે સર્વગ્રાહી બની છે અને ગુજરાતી કવિતામાં જવલ્લે જ જોવા મળ્યા હોય એવા વિષયોમાં પણ ધનમૂલક ખેડાણ કરે છે એની પ્રતીતિ આ રચના કરાવે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાનું આવું દૃશ્યચિત્ર આપણી કવિતામાં કદાચ જ જોવા મળે. એમાંય કવિએ તુલસીદાસના ‘ठुमक चलत रामचंद्र, बाजत पैंजनियां’ની યાદ અપાવે એવી અવધી ભાષાને ગુજરાતી સાથે સંમિલિત કરીને અલગ જ ‘ફ્લેવર’ સર્જી છે. શુભ્ર સ્તનયુગ્મમાંથી સાગર છલકાતો જોઈ બાળક મલકી રહ્યું છે. માતા પ્રેમપૂર્વક એને દૂધપાન કરાવી રહી છે. ખોળામાં પોતાના જ પેટને હસતું-રમતું-વલખાતું જોઈને એની સંગ માતા પણ હરખી રહી છે. બાળકની ઘટ્ટ લટોને એ મમતાભરી આંગળીઓથી પસવારે છે. સમગ્ર સંસારમાં વાત્સલ્યને વ્યાખ્યાયિત કરતાં આ દૃશ્યને કવિ યથાર્થ રીતે જ કાળજયી અને કાલાતીત લેખાવે છે. આવો અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ સંસારમાં બીજે ક્યાંય જડી શકે નહીં. સ્નેહસરવાણીની આ એક માત્ર પરિભાષા સકળ સચરાચર માટે પ્રેમનો સૂક્ષ્મ સંદેશ પૂરી પાડે છે.
baarin said,
April 6, 2023 @ 11:12 AM
સાચે સુન્દર રચ ના , વાહ જ ય હો
સુનીલ શાહ said,
April 6, 2023 @ 11:28 AM
અદ્દભૂત..
Udayan said,
April 6, 2023 @ 11:31 AM
Vishay nee alaukikta suchavva gauravvanti tatsam bhasha prayojee chhe. Jashoda-Kanaiya na juna purana kalpano thee kavita bachee shakee chhe
kishor Barot said,
April 6, 2023 @ 11:32 AM
અદ્ભૂત શબ્દ ચિત્ર. 👌
Neela sanghavi said,
April 6, 2023 @ 11:35 AM
બહુ જ સરસ રચના.કાવ્ય વાંચતા સ્તનપાન કરાવતી માતાની તસવીર નજર સામે તાદ્રશ્ય થાય છે.
શિવમવાવેચી said,
April 6, 2023 @ 11:37 AM
સુંદર રચના👌 અભિનંદન કવિ💐
કમલ પાલનપુરી said,
April 6, 2023 @ 11:49 AM
મા અને બાળકની ઉત્તમ શબ્દાકૃતિ…
વાહહહહ
ખૂબસરસ
ખૂબ ખૂબ અભિનંદન રાહુલભાઈને
હર્ષદ દવે said,
April 6, 2023 @ 12:35 PM
સરસ આસ્વાદ
જયેશ રાષ્ટ્રકૂટ said,
April 6, 2023 @ 12:54 PM
અદભૂત ❤️❤️❤️
Bharati gada said,
April 6, 2023 @ 2:35 PM
વાહ ખૂબ સુંદર રચનાનો ખૂબ સુંદર આસ્વાદ 👌👌
Ramesh Maru said,
April 6, 2023 @ 3:42 PM
વાહ…
ભાવ,દૃશ્ય,શબ્દનો વૈભવ…સઘળું જ વૈભવી વૈભવી… ને અનેક રંગોની પીંછીથી તૈયાર થયું હોય એવું ચિત્રાત્મક ગીત…આસ્વાદ સુંદર…થોડો વધારે આસ્વાદ કરાવો તો કવીતાપ્રેમીઓને આવકાર્ય જ રહેશે…
ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" said,
April 6, 2023 @ 5:29 PM
ખરેખર અલગ,અભૂતપૂર્વ રચના.
કવિને વંદન
ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" said,
April 6, 2023 @ 5:29 PM
ખરેખર અલગ,અભૂતપૂર્વ રચના.
કવિને વંદન.
DILIPKUMAR CHAVDA said,
April 6, 2023 @ 7:10 PM
વાહ મનમોહક,
આસ્વાદને લીધે ઔર મોજ
pragnajuvyas said,
April 6, 2023 @ 8:24 PM
કવિશ્રી રાહુલ તુરીનુ અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ વાહી દકિયાનૂસી ગીત.
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
તેઓના આવા સ્ત્રીની સંવેદનાના ગીતો જેવા કે હંઅ ન્ ઓવ્અ, હાય,તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ હાય,અમારી છાતી છુંદ્યા કોડ અમારા કૈંક અભરખા …માણ્યા છે.આવા સાહીત્ય અંગે મા ચંદ્રકાંત બક્ષીએ કહેલુ વિવેચન ગુજરાતી સાહિત્યની સૌથી નિષ્ફળ વિધા છે.કારણ કે એ નકારાત્મક, દકિયાનૂસી, વિરોધક છે. તેઓ અન્યાય થયેલા બાળકના આંસુની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માંગે, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢે ! પ્રશંસા કરવી એ નાના માણસનું કામ નથી. એમાં છાતી જોઇએ છે .ગુજરાતી વિવેચક ઝાડ પર ચડીને, પૂંછડી લટકાવીને, ઉપરથી નીચે જોયા કરે છે એને લંગુરાવલોકન કહેવાય છે .
આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી તે આનંદની વાત છે.
ધન્યવાદ
Parbatkumar nayi said,
April 6, 2023 @ 9:57 PM
વાહ
ખૂબ
સરસ ગીત
Tanu patel said,
April 7, 2023 @ 7:46 PM
માતૃત્વ નું પવિત્ર દૃશ્ય રચાય છે ગીતમાં ,, બહુ સરસ
સુષમ પોળ said,
April 8, 2023 @ 6:46 PM
સુંદર દ્રશ્ય ચિત્ર.સંગીતના રાગ “ભૈરવી”માં આ ગીત સરસ રીતે સ્વરબધ્ધ થઈ શકે.વાહ કવિ… અભિનંદન.
Poonam said,
April 10, 2023 @ 9:50 AM
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.
– રાહુલ તુરી – 👌🏻
Aaswad saras !