અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

(જળને તરસતી માછલીને) – સંદીપ પૂજારા

કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!

કદી ગુસ્સો કરું તો પણ મને તું સાંભળી લે છે,
કોઈ સત્સંગી પાક્કો સંતવાણી સાંભળે એમ જ!

તને જોતા જ કેવો પાણી પાણી થઈ જઉં છું હું
તું મારામાં ભળે છે બર્ફ એમાં ઓગળે એમ જ!

રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!

નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!

– સંદીપ પૂજારા

એક તો મરીઝ જેવી સરળ-સહજ બાની અને નફામાં પાંચેય શેર આસ્વાદ્ય! પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી મુસલસમ રચના. સમ-બંધમાં પુરુષ કરતાં સ્ત્રી વધુ સમર્પિત હોય છે, એ વાત તો સર્વવિદિત છે. પણ એના આ ત્યાગ-સમર્પણ-પ્રેમને તંતોતંત સમજી શકે એવો પુરુષ બહુ ઓછી સ્ત્રીના નસીબમાં હોય છે. આવી જ કોઈ સદનસીબ નાયિકાની વાત માંડતી મજાની ગઝલ આજે માણીએ. જળ વિના તડપતી માછલીને જળ પ્રાપ્ત થાય એમાં કેવળ એ હાશકારો નથી અનુભવતી, જિંદગી પણ પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રિયા પ્રિયતમને ગળે વળગે છે, તે કેવળ પ્રેમની હૂંફ પામવા નહીં, પોતાના જીવનની પુનઃપ્રાપ્તિની તૃષાતૃપ્તિ ખાતર. સાવ સાધારણ લાગી શકે એવા પ્રતીકની મદદથી પ્રણય-તલસાટની તીવ્ર પરાકાષ્ઠા વ્યક્ત કરી શકતો આ શેર તો ઉત્તમ છે. વારંવાર મમળાવવી ગમે એવી આ આખી ગઝલ નખશિખ સંતર્પક થઈ છે. વળી, નિભાવવી અઘરી પડે એવી ‘એમ જ’ જેવી અનૂઠી રદીફ પણ કવિ બખૂબી નિભાવી શક્યા છે.

30 Comments »

  1. pragnajuvyas said,

    March 30, 2023 @ 3:08 AM

    કવિશ્રી સંદીપ પુજારા ની અર્થસભર, ચોટદાર અને ઉર્મિપ્રચૂર ગઝલ
    ડૉ વિવેકના સ રસ આસ્વાદ્ મા જણાવ્યા પ્રમાણે પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી ગઝલ
    કોઈ જળને તડપતી માછલીને જળ મળે એમ જ,
    મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ
    વાહ-
    મજાનો મત્લા
    આપણા ઉર્મિતંત્રને રણઝણાવતી આવી અનુભૂતિને શબ્દસ્થ કરી..
    આ શેરને આપણે પ્રેમિકા, ઇશ્વર, અંગત કે સાંસારિક સફળતા દરેક ભાવાર્થમાં લાગુ પાડી શકીએ છીએ

  2. Anjana Bhavsar said,

    March 30, 2023 @ 10:35 AM

    કવિને અભિનંદન…સરસ ગઝલ…સરસ આસ્વાદ

  3. ISHWARSINH DABHI said,

    March 30, 2023 @ 10:38 AM

    Wah…Beautiful

  4. સંદીપ પૂજારા said,

    March 30, 2023 @ 10:52 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો…

  5. સંદીપ પૂજારા said,

    March 30, 2023 @ 10:53 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો..

  6. મયૂર કોલડિયા said,

    March 30, 2023 @ 11:20 AM

    ખૂબ સરસ રચના….

  7. Sangita Sunil chauhan said,

    March 30, 2023 @ 11:29 AM

    Matla Khub saras
    3 jo ane Chello Sher Khub saras
    અમાસી રાતને તારા…………….. વાહ

  8. janki said,

    March 30, 2023 @ 11:44 AM

    વાહ… સરસ ગઝલ
    બધા જ શેર મસ્ત
    અભિનંદન કવિ..

  9. શૈલેષ પંડયા નિશેષ said,

    March 30, 2023 @ 11:53 AM

    વાહ.. સંદીપભાઈ.. બહુ જ સરસ ગઝલ… એકદમ અર્થસભર.. સંતવાણી વાળો શેર તો.. અહા….!

  10. ગીતા ઠક્કર said,

    March 30, 2023 @ 12:24 PM

    ખૂબ સુંદર ગઝલ
    વાહ

  11. રાજુ નાગર સલિલ said,

    March 30, 2023 @ 12:25 PM

    ખૂબ સરસ… ગઝલ

  12. દીપલ ઉપાધ્યાય said,

    March 30, 2023 @ 12:27 PM

    Very nice

  13. Chetana patel said,

    March 30, 2023 @ 12:37 PM

    Khubaj saras Upmathi sabhar Rachna chhe.

  14. Aasifkhan said,

    March 30, 2023 @ 12:39 PM

    વાહ ખુબ સરસ રચના

  15. Chetna Somabhai patel said,

    March 30, 2023 @ 12:44 PM

    Kh રસાસ્વાદ સભર રચના છે. ઉપમા પણ સરસ આપીને સંબંધ દર્શાવ્યો આપે

  16. નાથાલાલ રવજીભાઈ દેવાણી said,

    March 30, 2023 @ 12:54 PM

    ખૂબ સરસ પ્રણય ગઝલ

  17. તપન કર્ણિક said,

    March 30, 2023 @ 12:56 PM

    ખૂબ સરસ ગઝલ સંદીપભાઈ હંમેશ મુજબ

  18. Tina Patel said,

    March 30, 2023 @ 1:11 PM

    ખૂબ સરસ… પ્રેમ તો એવો જ હોય. બધી જ સમજ હોવા છતાં અહમને ઓગાળી સમર્પિત થઈ જવું.

  19. પટેલ વર્ષા said,

    March 30, 2023 @ 1:22 PM

    સરસ, રસ-પાન.

  20. વનિતા said,

    March 30, 2023 @ 1:24 PM

    સંદીપભાઈ તમારા દ્વારા રચિત દરેકેદરેક શેર માં આપેલ છે તે ઉદાહરણ ખૂબ ઉમદા હોય છે ને પાછું તમારો એ વિચાર પ્રકટ કરવાનો તરીકો ઔર ઉમદા હોય છે. 👌

  21. Pragnya Vyas said,

    March 30, 2023 @ 1:42 PM

    ખૂબ સરસ.. સાચું જ કહ્યું છે વિવેકભાઈએ કે સ-બધ માં સ્ત્રી વધારે સમર્પિત હોય છે. અને કદાચ આખી જિંદગી નિકળી જાય તો પણ એ સ્ત્રીને નહીં ઓળખી શકે.. કવિ એ ખૂબ જ સુંદર રજુઆત કરી છે હ્દય સ્પર્શી..

  22. Harihar Shukla said,

    March 30, 2023 @ 3:09 PM

    ખળખળતા ઝરણાની જેમ ઝરમરતી ગઝલ માણવાની ખૂબ મજા આવી સંદીપભાઈ, ડો.વિવેકભાઈ

  23. પીયૂષ ભટ્ટ said,

    March 30, 2023 @ 3:57 PM

    સરળ છતાં મર્મસ્પર્શી આસ્વાદ્ય ગઝલ, ગાવા માટે તરત જ ગળે વળગી પડે. પ્રત્યેક શેરની સરળ બાની હૃદય સોંસરી ઉતરી મનમાં મમળાવવા મજબૂર કરે તેવી મજબૂત રચના. ઉત્કટ પ્રણય ભાવને સરસ રીતે અભિવ્યક્ત કરે છે. કવિ શ્રી
    સંદીપભાઈ અને આસ્વાદક વિવેકભાઈ બંન્ને ને અભિનંદન.

  24. Dilipkumar Chavda said,

    March 30, 2023 @ 4:49 PM

    વાહ
    રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
    દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!

    કેવુ મજાનું કલ્પન દોસ્ત મજા આવી ગઈ..

    5 શેર જાણે કે દરેક બોલે સિક્સ…

  25. Kinjal dattani said,

    March 30, 2023 @ 5:10 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ.. અભિનંદન 💐

  26. Bharati gada said,

    March 30, 2023 @ 6:04 PM

    વાહ ખૂબ સરસ ગઝલ, ખૂબ સરસ આસ્વાદ 👌

  27. Sharmistha said,

    March 30, 2023 @ 6:18 PM

    વાહ.. વાહ.. ખૂબ જ સુંદર ગઝલ અને આસ્વાદ. મજાનો રદીફ.
    અભિનંદન કવિને💐💐

  28. Premal said,

    March 31, 2023 @ 1:15 AM

    ખૂબ જ સુંદર ગઝલ 👌🏻વાહ કવિ મજા પડી ગઈ 👍

  29. Sadhana Anand said,

    March 31, 2023 @ 8:13 AM

    વાહ ખુબ સુંદર રચના , અભિનંદન સંદિપભાઈ…🙏🏼

  30. Indrajeet said,

    April 17, 2023 @ 3:28 PM

    બહુ જ સરસ , સંદીપભાઈ ❤️

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment