સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.
અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું.
વંચિત કુકમાવાલા

રામલલ્લા – લલિત ત્રિવેદી

અજવાળ, રામલલ્લા
માણસ લગીના પલ્લા!

શરણાઈ-શા મહોલ્લા
ક્યારે બની ગ્યા હલ્લા!

અભરે ભર્યું છે, વલ્લા
વેરાન, માસાઅલ્લા!

છલકાય સોળવલ્લા
સુખદુ:ખ વલ્લાવલ્લા!

સુલઝી ગયા રે મસલા
ખુદ થૈ ગયા મુસલ્લા!

તો આભડે છે એરુ
અડકું જરા જો દલ્લા!

સામે હઈશ તું ગાયબ
કરશું ગઝલથી હલ્લા!

છે દામાકુંડી અમરત
શબ્દો લગીના પલ્લા!

એવું, ભગત, શુ માંગ્યું?
ભગવાન ગલ્લાંતલ્લાં!

– લલિત ત્રિવેદી

નવા નવા શબ્દો કોઇન કરીને ખપજોગા કાફિયા નિપજાવી લેવાની અને મહત્તમ કાફિયાઓનો કસ કાઢીને કરાતી ગઝલરચના અને મિશ્ર ભાષાઓવાળી બાનીને લઈને કવિ અન્ય ગઝલકારોથી બિલકુલ જુદા પડે છે.

13 Comments »

  1. pragnajuvyas said,

    May 26, 2023 @ 11:22 PM

    કવિશ્રી ડૉ લલિત ત્રિવેદીની આ ગઝલ ફરી ફરી માણતા-‘ભાષારીતિ અને કથનશૈલી સાવ અલગ જ તરી આવે છે.ક્યારેક આ રચનાઓ દુર્બોધ કે કૃતક બનતી પણ નજરે આવે છે.
    ડૉ કવિ વિવેકજીનો આસ્વાદ ફરી માણતા મજા આવી.
    વિચારવમળે—મત્લા માણતા
    યાદ આવે આહીરોનુ ભજન
    આજે તો મનેય પોરહના પલ્લા છુટે છે હો વાલા
    કારણ કે આજ તો મરી માં સોનલનો જન્મદિવસ છે.
    ‘અભરે ભર્યું છે, વલ્લા
    વેરાન, માસાઅલ્લા!
    છલકાય સોળવલ્લા
    સુખદુ:ખ વલ્લાવલ્લા!’
    વલ્લા થવું ચૂકતે કરવું ની સાથે માશા અલ્લા
    કાબિલે તારીફ શેર
    સુલઝી ગયા રે મસલા
    ખુદ થૈ ગયા મુસલ્લા!
    હાફિઝની મૃત્યુની તારીખ નીચેની કાવ્યપંક્તિમાંથી નીકળે છે. ‘અબજદ’ની ગણતરી પ્રમાણે ‘ખાકે મુસલ્લા’નો સરવાળો ૭૯૧ થાય છે જે હાફિઝની મૃત્યુની તારીખ દર્શાવે છે.
    ચૂં દર ખાકે મુસલ્લા યાફૂત મન્ઝિલ,
    બિ જૂ તારીખશ અઝ ખાકે મુસલ્લા
    અંતે
    ભગવાન ભક્તોનાં દુઃખ હરે છે અને એમને ઉગારે
    તમારાં કોઈ બહાનાં, ગલ્લાંતલ્લાં ચાલવાનાં નથી
    તો મક્તાનો શેર કહે
    એવું, ભગત, શુ માંગ્યું?
    ભગવાન ગલ્લાંતલ્લાં!
    વાહ
    કવિશ્રી લલિત ત્રિવેદીનુ તેમની રચનાના પઠન અને રસદર્શન માણવા જેવા હોય છે
    માણો

  2. Shah Raxa said,

    May 27, 2023 @ 11:15 AM

    વાહ…ખૂબ સરસ સાહેબ🙏💐

  3. Varij Luhar said,

    May 27, 2023 @ 11:24 AM

    વાહ.. મોજ પડી ગઈ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ માણીને

  4. Aasifkhan aasir said,

    May 27, 2023 @ 11:33 AM

    વાહ
    ગઝલ
    અને
    આસ્વાદ
    વાહહ

  5. હર્ષદ દવે said,

    May 27, 2023 @ 11:36 AM

    વાહ… દામાકુંડી અમરત જેવી ગઝલ અને આસ્વાદમાં પરખાતી ટેકનિક માટે બંને સર્જકોને અભિનંદન.

  6. શૈલેષ પંડયા said,

    May 27, 2023 @ 11:42 AM

    ખૂબ સરસ… લલિતભાઈ..વંદન છે આપને..

  7. જશવંત મહેતા said,

    May 27, 2023 @ 12:10 PM

    આ કવિ શ્રી લલિતભાઈ કલામના કસબી માત્ર છે એટલું નથી.
    એ ભીતરથી પ્રગટ થતા સર્જક છે.
    સવારની સો સો સલામ બાપુને.
    77ની સાલમાં મળ્યો હતો.એવું યાદ છે એ વખતે
    સુ.નગરથી “કોલાહલ” બહાર પડતું હતું.એમાં પણ એ સમયે
    આ કવિનો દબદબો હતો.
    મિત્ર વર્ય શ્રી લલિતભાઈ ને સ્નેહ સ્મરણ સહ રાજીપો..
    – જશવંત મહેતા

  8. સુષમ પોળ said,

    May 27, 2023 @ 12:25 PM

    ગઝલ ભલે ટૂંકી બહરની હોય, પ્રત્યેક શૅર ખૂબ વિશાળ અર્થસભર.
    વાહ, ખૂબ જ સુંદર રચના 👌 અભિનંદન લલિતભાઈ 💐💐🙏

  9. Bharati gada said,

    May 27, 2023 @ 1:30 PM

    વાહ ખૂબ સરસ મજાના કાફિયા સાથેની ખૂબ સુંદર ગઝલ 👌👌

  10. લલિત ત્રિવેદી said,

    May 27, 2023 @ 2:47 PM

    આપ સહુનો અંતઃકરણથી આભાર .
    પ્રિય pragnasu ભાઈને વિનંતી કે આપની કૉમેન્ટ મને personally મોકલી આપશો

  11. લલિત ત્રિવેદી said,

    May 27, 2023 @ 2:51 PM

    પ્રિય જસવંત ભાઇ…… કેટકેટલાં વહાણાં વાઈ ગયાં…. આપની સ્મરણ શક્તિને વંદન… શું આપની કૉમેન્ટ મને મોકલી શકો?

  12. Sharmistha said,

    May 27, 2023 @ 5:17 PM

    વાહ..ખૂબ સુંદર ગઝલ

  13. Poonam said,

    June 9, 2023 @ 8:24 PM

    છલકાય સોળવલ્લા,
    સુખદુ:ખ વલ્લાવલ્લા! Sa Rus…
    – લલિત ત્રિવેદી –
    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment