મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

મૂકી દઉં – ભરત વિંઝુડા

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિમિત્ર શ્રી ભરત વિંઝુડાના વધુ એક ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સહૃદય સ્વાગત છે…

કવિની સિગ્નેચર-સ્ટાઇલમાં જ લખાયેલ એક સરળ-સહજ પણ સ-રસ રચના આપ સહુ માટે…

6 Comments »

  1. pragnajuvyas said,

    February 25, 2023 @ 7:38 AM

    કવિ શ્રી ભરત વિંઝુડાના ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સ્વાગત
    અદભુત ગઝલનો સ રસ આસ્વાદ
    વારંવાર કહેવાય
    અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં
    ત્યારે મજાનો મક્તા
    રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
    પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.
    વધુ ગમ્યો

  2. NARENDRASINH said,

    February 25, 2023 @ 11:38 AM

    KHUB SUNDAR RACHNA

  3. Girish guman said,

    February 25, 2023 @ 11:42 AM

    Wah

  4. Mayur Koladiya said,

    February 25, 2023 @ 12:22 PM

    વાહ… ખૂબ સહજ અને સરસ..

  5. રિયાઝ લાંગડા (મહુવા). said,

    February 25, 2023 @ 12:38 PM

    ખૂબ સરસ…👌

  6. Sandhya Bhatt said,

    February 25, 2023 @ 3:12 PM

    ભરતભાઈની ગઝલ કાયમ ગમે છે..અહીં પણ છેલ્લો શેર જોરદાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment