ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ભરત વિંઝુડા

ચંદ્ર ૫૨ – રમેશ આચાર્ય

સૂર્યોદયની ચર્ચા થોડી,
કરવી પડશે વહેલી-મોડી.

ધરતી ફાડી અંકુર ફૂટ્યો,
રહેતું સચરાચર કર જોડી.

દરિયાનાં મોજાં મસમોટાં,
લાવે કાંઠે ફૂટી કોડી.

રેતીના કૂબા કૈં પાડી,
સાગરની હદ શિશુએ તોડી.

ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
રહેશે ગઝલ પહેલાં ખોડી.

– રમેશ આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.

જીવનમાં દુઃખ-મુસીબતોની રાત વધુ પડતી લાંબી થઈ જાય ત્યારે સુખનું સવાર ઊગશે કે કેમ એ વિશે વહેલા-મોડા પણ વાત-વિચાર-પ્રયત્ન કરવા જરૂરી થઈ પડે છે. બીજમાંથી ફૂટતો અંકુર ધરતી ફાડીને બહાર નીકળે એ સંસારનું સૌથી મોટું કૌતુક છે. આ એક એવો ચમત્કાર છે, જેની સામે સચરાચર નમી જાય છે. નામ બડે ઔર દર્શન ખોટેની વાત કહેતો ફૂટી કોડીવાળો શેર પણ મજાનો થયો છે. મોટાઓની અલ્પતાની વાત કર્યા પછી તરત જ નાનાઓની મોટાઈની વાત કરતો શેર પણ આસ્વાદ્ય બન્યો છે. સરવાળે મજાની ગઝલ.

6 Comments »

  1. pragnajuvyas said,

    February 17, 2023 @ 4:35 AM

    કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.
    ચંદ્ર પ૨ – સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
    હાલ તો આ શોધ કરી- થિયા અદ્દલ પૃથ્વી જેવા જ આઈસોટોપિક ધરાવતો હતો
    તો કવિશ્રીએ કમાલ કરી
    ગઝલમાં ખુશીનો રંગ છે.
    એવી ગઝલ ખોડી ગયો !

  2. darshakacharya said,

    February 17, 2023 @ 11:39 AM

    આભાર કવિ

  3. Yogesh Samani said,

    February 17, 2023 @ 2:39 PM

    ખૂબ સરસ ગઝલ. આનંદ…

  4. હેમંત પુણેકર said,

    February 17, 2023 @ 9:33 PM

    સરસ ગઝલ

  5. Varij Luhar said,

    February 19, 2023 @ 5:40 PM

    વાહ ખૂબ સરસ

  6. Poonam said,

    February 20, 2023 @ 9:16 AM

    રેતીના કૂબા કૈં પાડી,
    સાગરની હદ શિશુએ તોડી…
    – રમેશ આચાર્ય – Aahaa !

    Aaswaad saras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment