આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન દેસાઈ

(—યાદ છે?) – મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી —યાદ છે?
એક દી એ મારી ગઝલોને અડેલી —યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે,
એ જ વાતો તેં બીજા કોને કરેલી? —યાદ છે?

મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?

– મુકુલ ચોક્સી

ગયા અઠવાડિયે આપણે ‘યાદ છે? રદીફવાળી ગઝલ વાંચી. વરસો પહેલાં મુકુલ ચોકસીએ આ જ રદીફ અને પ્રશ્ન સાથે આ જ રીતે લખેલી એકતરફી સંવાદ ગઝલ લખી હતી એ પણ સાથોસાથ માણીએ. ચાર જ શેરની આ દાયકાઓ જૂની ગઝલ પૂર્વ મુકુલ ચોકસીની પિછાન છે. આજે આ મુકુલ ચોકસી ક્યાં મળશે એ કોઈને યાદ છે? કહેજો તો…

7 Comments »

  1. pragnajuvyas said,

    November 25, 2022 @ 4:18 AM

    ડૉ. કવિશ્રી મુકુલ ચોક્સીની મજાની ગઝલ
    ડો. કવિશ્રી વિવેકનો સ રસ આસ્વાદ
    મસ્ત મક્તા
    મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
    તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?
    યાદ આવે તેમની …
    એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
    …’ ક્યાં મળશે એ કોઈને યાદ છે?’ વાતે યાદ આવે
    આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
    ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે ?
    ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે,
    આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે ?
    ધારણા સાચી પડી આજે તમારૃં આગમન !
    બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે ?
    આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ,
    ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે ?
    આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
    જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે ?
    યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા,
    દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે ?
    – યામિની વ્યાસ

  2. Chetna Bhatt said,

    November 25, 2022 @ 11:34 AM

    Wah..!!
    Ha mane yaad chhe sajanva..!!
    Pehlo sher my God dhrujave evo..
    Aakhi Gazal jordar
    Aasvad ma badhu aavi gayu 👌
    Mari ek Rachna ahiya share karu chhu
    Mane yaad chhe..!!
    https://nai-aash.in/2012/03/01/hatheli-par-lakhyutu-taru-naam/

  3. યોગેશ પંડ્યા said,

    November 25, 2022 @ 11:52 AM

    પ્રિય રઈશભાઈની એક ઔર સરસ ગઝલ!💐
    યાદ છે?કહી કવિ પ્રિયજનને એમની વચ્ચે થી પસાર થઈ ગયેલા પેલા સમયના ટુકડા ને યાદ કરી ને ફરી વખત પાછા એ સંવેદનમાં ઘૂંટાય છે.જે જતું રહ્યું છે એ ઘણું દર્દભર્યું હતું,પણ આજે એ જ ક્ષણો સુકુન આપે છે!.કવિ ને તો બધું જ યાદ છે ત્યાં સુધી,કે પ્રિયજનની ઉદાસી ને પરકાયા પ્રવેશ કરીને એ ઉદાસી ને પોતાની ગઝલોમાં ઉતારી છે.પારકા દર્દ ને પોતાના કોણ કરી શકે?-એક કવિ જ!
    દરેક શેર સરસ.! એમની બીજી ગઝલનો એક શેર તો જુઓ: ” આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,જોઉં ઓશિકાઉપર શમણાં પડેલા ક્યાં મળે?-વાહ!! અને આ શેર:’..,તારી પણ થોડી ઘણી આંખો સુજેલી..યાદ છે??!💐💐 અદ્ભૂત!!

  4. યોગેશ પંડ્યા said,

    November 25, 2022 @ 6:02 PM

    દિલગીર છું વિવેકભાઈ.
    સરતચુક થી મુ.મુકુલ ચોકસી ને બદલે કવિ શ્રી રઈશ ભાઈ નું નામ લખાઈ ગયું.
    Sorry..

  5. Yogesh Samani said,

    November 25, 2022 @ 7:56 PM

    ખરેખર ખૂબ સરસ ગઝલ.
    ત્રીજા અને ચોથા શેરમાં વર્ણ દોષ જણાય છે.

  6. Poonam said,

    November 26, 2022 @ 4:46 PM

    તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
    કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?
    – મુકુલ ચોક્સી – Bahot khoob !

    Yaad che…? !

  7. Lata Hirani said,

    December 4, 2022 @ 10:40 PM

    વધેલી દાઢીને પણ કવિતામાં લાવી શકાય !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment