તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

(યાદ છે?) – રમેશ પટેલ ‘ક્ષ’

એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?

સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?

સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?

પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?

સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

– રમેશ પટેલ ‘ક્ષ’

‘યાદ છે?’ જેવી સંવાદાત્મક રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી જાણી છે એ જુઓ… બધા જ શેર સ-રસ થયા છે પણ શ્વાસ લઈને પણ સતત મરતા રહેવાના અહેસાસને ઉજાગર કરતો અંતિમ શેર તો હાંસિલ-એ-ગઝલ છે!

7 Comments »

  1. ચેતના ભટ્ટ said,

    November 18, 2022 @ 12:47 PM

    વાહ.!

  2. યોગેશ પંડ્યા said,

    November 18, 2022 @ 1:01 PM

    કવિ પોતાના પ્રિયપાત્ર ને પૂછે છે,જે એમણે બંને એ ભૂતકાળ માં જે પણ ક્ષણો ગાળેલી એ ક્ષણોની યાદ દેવડાવવા મથે છે.વ્યવહારિક જગતમાં જે દર્દ આપે છે એ ક્ષણો સંવેદનની દુનિયામાં જીવતા મનુષ્ય ને અખંડ અને અલૌકિક આનંદ અને માધુર્ય આપે છે. જે ક્ષણો માં અશ્રુઓ ચોધાર વહેતા હતા છતાં પણ એ ક્ષણ મીઠી હતી અને યાદ આજે પણ મીઠી બની ગઈ છે.કોઈને યાદ કરવાનું સુખ પણ અનુપમ છે.ભૂતકાળ ની કોઈ કાલ કરાલ દર્દભરી ક્ષણ યાદ આવે છે પણ જે કવિ છે તેને તો એ યાદ નકરું સુકુન જ આપે છે. આમ પણ પહેલા આપણી પાસે કશું નહોતું પણ ખુશી હતી આજે બધું જ છે પણ એ સુખ અને ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે.એવા સંવેદન ને રજુ કરતી આ ગઝલ ખૂબ જ સરસ.છે.કવિ શ્રી ‘ક્ષ’ ને અભિનંદન💐

  3. Dr Margi Doshi said,

    November 18, 2022 @ 1:42 PM

    સાદ્યંત સુંદર ગઝલ.. કેટલી સરળ બયાની છતાં પણ કેટલી સંવેદનાઓ ઉજાગર કરે છે.. અને અંતિમ શેર માટે તો દાજ આપીએ એટલી ઓછી!👌👌

  4. Aasifkhan said,

    November 18, 2022 @ 4:38 PM

    વાહ મજાની ગઝલ

    વાહ

  5. Bharati gada said,

    November 18, 2022 @ 6:45 PM

    સરસ મજાના રદિફ સાથેની સરસ ગઝલ

  6. pragnajuvyas said,

    November 18, 2022 @ 9:05 PM

    ‘ક્ષ’ નીઅતિસુંદર અક્ષયવાણી અક્ષયસુખ અક્ષયી અક્ષર અક્ષરે ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ ર પની ગઝલે યાદ આવે રપાનુ ગીત
    મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ?
    ઘેરાતી રાત તને યાદ છે ?
    સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે ?
    થાતું પ્રભાત તને યાદ છે ?
    ખરબચડું લોહી થતું રુંવાટીદાર
    એવું ચોમાસું ચાર ચાર નેણનું
    ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
    ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
    છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે ?
    ખોવાતી જાત તને યાદ છે ?
    સૂરજ વિનાના અને છાંયડા વિનાના
    ધોમ તડકા સુસવાટે હવે રાતના
    લોચનની ભાષામાં ઘટના કહેવાય
    અને જીવતરની ભાષામાં યાતના
    આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે ?
    એવા દિવસોની વાત તને યાદ છે ?

  7. Kiran bhati said,

    November 28, 2022 @ 11:25 PM

    વાહ…👌👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment