આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

દિવસો જ્યારે વસમા આવે – બાબુલાલ ચાવડા ‘આતુર’

દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.

તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.

સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.

દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.

અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.

એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.

જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.

લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’

– બાબુલાલ ચાવડા ‘આતુર’

સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…

6 Comments »

  1. Chetna Bhatt said,

    October 28, 2022 @ 5:46 PM

    Wah..!!

    તૃષ્ણા સૌની નોખી-નોખી,
    આંખે પાણી સરખાં આવે.

  2. Varij Luhar said,

    October 28, 2022 @ 5:59 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

  3. Bharati gada said,

    October 28, 2022 @ 10:22 PM

    ખૂબ સુંદર,ખૂબ ગમતી ગઝલ 👌👌

  4. Aasifkhan said,

    October 28, 2022 @ 11:11 PM

    વાહ સરસ રચના

  5. pragnajuvyas said,

    October 28, 2022 @ 11:23 PM

    આતુરની સરસ ગઝલ
    ડૉ વિવેકનો ખુબ સરસ આસ્વાદ
    અર્જુન ડગલું એક ભરે ત્યાં,
    દસે દિશાથી કાબા આવે.
    વાહ
    દ્વારકાની આજુબાજુની વસ્તીને કાબા કહેવામા આવે છે.ભાગવત કથા મુજબ–
    નરકા બાલ કુછ નહીં , સમય બડા બલવાન
    કાબે અર્જુન લુંટીઓ વોહી ધનુષ વોહી બાણ
    યાદ આવે મિલિન્દ ગઢવીની ટીપ્પણી-‘ ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે.કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

  6. Nitin Parekh said,

    October 29, 2022 @ 3:03 PM

    શ્રી બાબુલાલ ચાવડા જે લખે છે તે દિલથી લખે છે. એટલે એમના શબ્દો મગજને બદલે સીધા હૃદયમાં ઉતરી જાય છે. માણસ હંમેશા સારા દિવસો જ ઈચ્છતો હોય છે પરંતુ વસમા દિવસો પરાણે આવે છે અને આંખોને ભીંજવે છે. આપણી જીવન કિતાબના બે ચાર પાનાં તમે ખોલ્યાં અને જાણે વેદનાની ટસરો ફૂટી નીકળી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment