બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
– રઈશ મનીઆર

લીલ્લીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાંને પળમાં આસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.

-નીતિન વડગામા

 

” ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…..”

2 Comments »

  1. pragnajuvyas said,

    September 19, 2022 @ 6:45 PM

    કવિશ્રી નીતિન વડગામાનુ લીલ્લીછમ લાગણી આપતુ ગીત.
    ડૉ તીર્થેશજી આસ્વાદમા લખે છે તેમ…
    ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
    યાદ આવે અનેકોના ગીત
    હૈયાબળી હું નામ પણ મારું ભૂલી બેઠી છું, દે !
    અહીં સાદ કોના નામના સંભળાય
    ભાન ભૂલી ગઈ ગોપી ગાંડી ઘેલી થઇ
    કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઇ ર.પા.
    જોગણ તારી આ તારી રાધા
    જોગણ તારી આ તારી રાધા
    ભૂલી ને બેઠી ભાન શાન અજ્ઞાત
    હું તો તારા ચરણે હરદમ એજ હકીકત સાચી છે.
    ભૂલી બેઠી છે દુનિયાને, કંઈ યાદ નથી મીરાંને
    ધન્યવાદ

  2. વિવેક said,

    September 22, 2022 @ 12:29 PM

    સરસ મજાની રચના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment