એના તરફથી એ જ ઉપેક્ષા મળ્યા કરી
હું વાત, વાતવાતમાં કહેતી રહી અને…
– મેગી આસનાની

(કાગળે ચીતરેલાં) – દર્શક આચાર્ય

કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.

બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.

ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.

હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.

રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.

– દર્શક આચાર્ય

પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…

10 Comments »

  1. preetam lakhlani said,

    July 15, 2022 @ 12:05 PM

    રહ્યાં છે હવે માત્ર કંકુના થાપા,
    કદી આપણે જેમાં ઘરઘર રમેલાં.

    – દર્શક આચાર્ય….. આ શેર ખુબ ગમ્યો

  2. નેહા said,

    July 15, 2022 @ 2:07 PM

    છેલ્લો શેર ધ્યાનાકર્ષક.. સરસ કૃતિ.

  3. DILIPKUMAR CHAVDA said,

    July 15, 2022 @ 2:09 PM

    ભઈ વાહ…..

    બધા જ શેર સરળ ને સહજ.. ને ખૂબ જ ગાઢ…

    મોજ મોજ ને નકરી મોજ…
    વાહ વાહ કવિ

  4. Poonam said,

    July 15, 2022 @ 2:47 PM

    કમળને અમે કાગળે ચીતરેલાં,
    પછીથી ભ્રમર જેમ એમાં ફસેલાં…
    – દર્શક આચાર્ય – ઉફ્ફ્ફ !

    Aaswad mast 👌🏻

  5. Prutha Mehta Soni said,

    July 15, 2022 @ 5:42 PM

    સરળ,સરસ સાવ સાચું!

  6. Aasifkhan aasir said,

    July 15, 2022 @ 9:04 PM

    Vaah khubsaras gazl

  7. pragnajuvyas said,

    July 15, 2022 @ 9:53 PM

    ગઝલનું વહેણ અત્યારે બે કાંઠે છલકાઈ રહ્યું છે. ગઝલે જે લોકપ્રિયતાં મેળવી છે તે લાજવાબ છે. જિંદગીની અનેક ફિલસૂફી, તર્ક-વિતર્ક કે પરિસ્થિતિની અસમંજસતા ગઝલ પોતાની બે પંક્તિની દોરીમાં પરોવીને આબાદ રજૂ કરી જાણે છે. કદાચ તેથી જ ગઝલ વધારે સ્પર્શે છે.તેમા આવો મત્લા
    કમળને અમે કાગળે ચીતરેલાં,
    પછીથી ભ્રમર જેમ એમાં ફસેલાં.
    ડૉ વિવેક આસ્વાદમા કહે છે તેમ ‘આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ’વાતે વિચારવમળમાંથી બહાર આવવું મુશ્કેલ …પણ આ મક્તા
    રહ્યાં છે હવે માત્ર કંકુના થાપા,
    કદી આપણે જેમાં ઘરઘર રમેલાં.
    વાતે ક સ ક

  8. Kajal said,

    July 16, 2022 @ 8:09 AM

    સરસ ગઝલ

  9. હરીશ દાસાણી.મુંબઈ said,

    July 16, 2022 @ 3:41 PM

    ઉત્તમ ગઝલ

  10. Varij Luhar said,

    July 20, 2022 @ 11:19 AM

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment