જાતને મળવા તમારે એકલું પડવું પડે.
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે
નીતિન વડગામા

(ઈને પોંખવો સે અધમણની ગાળે) – દેવાંગી ભટ્ટ

પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે, પાછો મરકે સે ગામની વચાળે
કોક દિ’ જો સીમ જતાં એકલો મળે, ઈને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

આ તો નાનકડું ગામ, હૌ ને હૌની પંચાત, અહીં આવા અળવીતરા થવાય?
જ્યાં બાજુની ભીંત તારી છીંકુએ હાંભળે, ન્યા લવ-બવની વાતું કરાય?
તારી નકટી જીભડીને કોક બાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

બેડું ભરીને હજી નેકળતી હોઉં, ન્યા ઈ અક્કરમી આવી અથડાય,
ડોશીઓને હેડ્કીયું ઉપડે ને ચોતરાની આંખ્યું તલવાર થઇ જાય;
પાસો ફાટીમૂઓ મૂછને પંપાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

– દેવાંગી ભટ્ટ

ભાષા અભિવ્યક્તિનું સૌથી સશક્ત માધ્યમ છે. માનવમનના ભાવોને વ્યક્ત કરવા માટે ભાષાથી ચડિયાતી રીત હજી આપણે શોધી શક્યા નથી. સારો કવિ ભાષાના સામર્થ્યને નિચોવીને કવિતા રચે. ભાષાનું એક અગત્યનું અંગ છે બોલી. ભાષા ભલે એક જ રહે, પણ બોલી તો દર બાર ગાઉ પર બદલાય. સારો કવિ ભાષાની જેમ જ બોલીને પણ ઉપાદાન બનાવીને આસ્વાદ્ય રચના આપી શકે. જુઓ, આ રચના. અહીં જે મજા છે, એ બોલીની છે. કવિતાનો વિષય જાણીતો છે. નાયક નાયિકાને જાહેરમાં આંખઉલાળા કરીને સતાવે છે અને નાયિકા એને અધમણની ગાળોથી પોંખવાના અભરખા સેવે છે. ગીતની ખરી મજા એની તળપદી બોલીમાં છે. એમાંય ચોતરાની આંખ્યું તલવાર થઈ જાય જેવા ચમકારા ગીતને વધુ જાનવંતુ બનાવે છે.

23 Comments »

  1. કમલ પાલનપુરી said,

    July 14, 2022 @ 12:35 PM

    Waaaah
    ખૂબસરસ

  2. સુષમ પોળ said,

    July 14, 2022 @ 12:35 PM

    વાહ! ખૂબ સુંદર ગીત 👌

  3. Ajit parmar said,

    July 14, 2022 @ 12:44 PM

    તળપદી ભાષા નું સરસ મજાનું ગીત .. ઘણા સમયે આવું ગીત વાંચવા મળ્યું પરંપરાગત ગ્રામ્ય પરિવેશ માં ઉછરતી નાયિકાના મનોભાવ સરસ રીતે ગીતમાં ઝીલાયા છે જય હો

  4. Vimal Agravat said,

    July 14, 2022 @ 1:08 PM

    તાજગીભરી ભાષા અને તાજગી ભર્યું ગીત .બહેન દેવાંગી ભટ્ટને અભિનંદન💐💐💐

  5. Baarin said,

    July 14, 2022 @ 1:15 PM

    ખુબ સુંદર ગીત, હું ના ભૂલતો હોઉં તો તાજેતર મા ama ma થયેલા GLF માં એમણે પઠન કર્યું ત્યારે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

  6. ડૉ. રાજુ પ્રજાપતિ said,

    July 14, 2022 @ 1:53 PM

    Khub સરસ અભિવ્યક્તિ અને રચના

  7. રિયાઝ લાંગડા (મહુવા). said,

    July 14, 2022 @ 2:03 PM

    વાહ…👌👌

  8. Vipul kaliyaniya said,

    July 14, 2022 @ 2:18 PM

    ભાવ અને ભાષાનો સુંદર સમન્વય..👌

  9. Aasifkhan said,

    July 14, 2022 @ 2:18 PM

    વાહ સરસ

  10. હેમંત પુણેકર said,

    July 14, 2022 @ 2:38 PM

    ગીત સારું છે. ભાષાકર્મ અને લય મજાના. કવયિત્રી ધ્રૂવ પંક્તિમાં જે છોકરાની વાત તૃતીય પુરુષ એકવચનમાં ઈને કહીને કરે છે એને જ પછી અંતરામાં તને કહે છે. આ સહેતુક છે કે ભૂલ ગણાય? જાણકારો/કવયિત્રી પ્રકાશ પાડે તો ગમશે.

  11. હર્ષદ દવે said,

    July 14, 2022 @ 3:24 PM

    કવિની આ અને અન્ય ગીતકવિતાઓમાં તળપદી બોલીની એક અલગ તાજગી જોવા મળે છે. આસ્વાદ્ય ગીત.
    અભિનંદન.

  12. ડૉ. માર્ગી દોશી said,

    July 14, 2022 @ 4:17 PM

    ખૂબ સરસ ગીત.. વધારે મજા તો GLF વખતે સાંભળવાની આવેલી.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ કવયિત્રીને..

  13. gaurang thaker said,

    July 14, 2022 @ 6:11 PM

    ખૂબ જ સરસ ગીત… વાહ વાહ 👌🌷👍

  14. Sharmistha said,

    July 14, 2022 @ 9:09 PM

    વાહહ..ખૂબ સુંદર ગીત👌

  15. BHADRESHKUMAR P JOSHI said,

    July 14, 2022 @ 10:39 PM

    Reminded of ઃ

    બેન કહિને હેનો બોલાવસ્ ?
    by the same Kaviyatri. Devangi Bhatt..

    Link: layastaro.com/?p=19502

  16. જયેન્દ્ર ઠાકર said,

    July 14, 2022 @ 11:45 PM

    આ અધમણની ગાળ સાથે મણ મણની લાળ પડતી મીઠી કવિતામાં મીઠાશ ગઝબની છે!

  17. Pravin Patel said,

    July 15, 2022 @ 12:37 AM

    લવ-બવની પ્રેમ-ફેમની

  18. pragnajuvyas said,

    July 15, 2022 @ 1:30 AM

    સુ શ્રી દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. ભાવનાત્મક આલેખન કરી શકતા એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દો આસપાસ સહમતી-અસહમતીની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતી હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે.
    અતિગંભીર લેખન સાથે એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે. તેવા જ આ ગીત ‘પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે, પાછો મરકે સે ગામની વચાળે’નો બાળપણથી વૃધ્ધા થાય ત્યાં સુધી ભાગ્યે જ કોઇ નારી હશે જેને અનુભવ ન થયો હોય ! તેનુ તળપદી બેબાક શબ્દોમા સ રસ ગીત
    અને ડૉ વિવેકના આસ્વાદ માણવાની મજા આવી.

  19. Shah Raxa said,

    July 15, 2022 @ 8:20 AM

    વાહ..વાહ..ખૂબ સરસ ગીત…અભિનંદન બેન💐

  20. Harihar Shukla said,

    July 15, 2022 @ 9:55 AM

    વાહ, મોજ👌

  21. Poonam said,

    July 15, 2022 @ 10:03 AM

    Saras !

  22. Rajesh Hingu said,

    July 16, 2022 @ 9:25 AM

    આહા.. મજાનું ગીત

  23. Shantilal bauva said,

    July 19, 2022 @ 6:08 PM

    વાહ વાહ બહુ જ સરસ ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment