હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

ખયાલ ન કર – અદમ ટંકારવી

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

એ જ સંબંધની ચરમસીમા,
એમનાથી કોઈ સવાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે, તું નથી તારી મિલકત,
દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત, તું એટલી કમાલ ન કર.

– અદમ ટંકારવી

ટાઇમલેસ ક્લાસિક. છેલ્લો શેર તો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ શેરોની પંગતમાં મોખરે બિરાજમાન થાય એવો…

5 Comments »

  1. Kajal kanjiya said,

    July 9, 2022 @ 11:31 AM

    વાહ્

  2. Pravin Shah said,

    July 9, 2022 @ 4:05 PM

    ખૂબ સરસ !

  3. જયેન્દ્ર ઠાકર said,

    July 10, 2022 @ 4:30 AM

    સરસ ગઝલ છે! અદમનો ટંકાર ઉંઘ ઉડાડી દે છે.

  4. રિયાઝ લાંગડા (મહુવા). said,

    July 11, 2022 @ 11:59 AM

    વાહ…ટુંકી બહરમાં કમાલ…👌👌👌

  5. pragnajuvyas said,

    July 11, 2022 @ 8:36 PM

    અદમ ટંકારવીની ડો વિવેક આસ્વાદમા જણાવે છે તેમ ટાઇમલેસ ક્લાસિક ગઝલ
    મજાનો મત્લાની અનુભવાતી વાત ! ફકીર જેવા નાના વેપારી ભાવતાલ નામે છેતરાતા હોય છે !!
    બધા સ રસ શેરોમા શિરમોર
    લોક માલિકને ભૂલી બેસે,
    સંત, તું એટલી કમાલ ન કર.
    સાંપ્રત સમયની વિશ્વની ઘણી કરુણ પરિસ્થિતી માટે કહેવાતા ધાર્મિક વડાઓની કમાલ …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment