ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
અંકિત ત્રિવેદી

ઇન્કાર – શિલ્પિન થાનકી

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

– શિલ્પિન થાનકી

ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!

6 Comments »

  1. pragnajuvyas said,

    June 23, 2022 @ 6:50 AM

    શિલ્પીન થાનકી ની સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદમા ઉલ્લેખ કર્યો છે તે- The Road Not Taken is a well known poem about making choices in our life. The choices we make shape us. In the poem, the road symbolizes our life and the path that we don’t choose is “the road not taken”. The poet describes his life experience and says that long ago he had two choices to make બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત….તો બીજુ મનમા ગુંજે-
    તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
    એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો- ની વાતે
    એકલો ચાલું, સહારો ના ખપે;
    વાહ
    સાગરે ડૂબું ભલે મઝધારમાં-
    સાવ પાસે હો કિનારો, ના ખપે.
    મક્તાએ તો આનંદમા ડૂબાડ્યા!

  2. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    June 23, 2022 @ 11:22 AM

    ખુમારી સભર નાનકડી પણ સશક્ત રચના .. વાહ

  3. Kajal kanjiya said,

    June 23, 2022 @ 11:28 AM

    વાહ

  4. Varij Luhar said,

    June 23, 2022 @ 2:23 PM

    વાહ..

  5. Pravin Shah said,

    June 23, 2022 @ 2:58 PM

    વાહ ! વાહ !
    ખૂબ સરસ !
    મઝા આવી ગઇ !

  6. Poonam said,

    June 24, 2022 @ 4:06 PM

    પાનખરને આવકારું હર્ષથી,
    કાયમી કેવળ બહારો ના ખપે. 👌🏻
    – શિલ્પિન થાનકી –
    Aaswad sa-ras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment