રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

4 Comments »

  1. Bharati gada said,

    September 24, 2022 @ 9:34 AM

    વાહ ખૂબ સરસ ગઝલ સરસ આસ્વાદ સાથે 👌

  2. Jay kantwala said,

    September 24, 2022 @ 11:54 AM

    Waah

  3. દીપક પેશવાણી said,

    September 24, 2022 @ 12:30 PM

    Wah wah મજાની ગઝલ

  4. pragnajuvyas said,

    September 25, 2022 @ 12:52 AM

    ફક્ત ગઝલ સાથે જ નહીં, શબ્દ સાથે પણ લેવાદેવા ઊભી કરવાના પાયામાં જે થોડા લોકો ગણી શકાય, તેમાં હનીફ સાહિલનું નામ આવે.
    સુંદર અશ્આર -સરસ અભિવ્યક્તિ થઈ છે જનાબ!
    અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
    મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી
    મત્લા વાંચતાની સાથે યાદ
    કિસને દસ્તક દી યે દિલ પર ? કૌન હૈ ?
    આપ તો અંદર હૈ તો બાહર કૌન હૈઁ ?
    ડૉ. વિવેક નો સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment