ભરોસો – જય કાંટવાલા
છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.
ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.
બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?
કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.
બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.
વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.
– જય કાંટવાલા
નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.
સુનીલ શાહ said,
May 28, 2022 @ 11:47 AM
ખૂબ સુંદર..કવિને અભિનંદન
Kaushik patel said,
May 28, 2022 @ 12:08 PM
વાહ… સરસ ગઝલ… જયને અભિનંદન…
Shah Raxa said,
May 28, 2022 @ 12:17 PM
વાહ..સરસ ગઝલ..ખૂબ ખૂબ અભિનંદન
Dr Mukur Petrolwala said,
May 28, 2022 @ 12:18 PM
Lovely
DILIPKUMAR CHAVDA said,
May 28, 2022 @ 12:24 PM
વાહ કવિ પર ભરોસો કરવા લાયક ગઝલ
અભિનંદન જયને
Mayur Koladiya said,
May 28, 2022 @ 12:31 PM
વાહ કવિ…. ખૂબ સરસ રચના….
Aasifkhan said,
May 28, 2022 @ 12:49 PM
वाह
क्याबात वाह जय
Chetan framewala said,
May 28, 2022 @ 12:50 PM
Wah
Kavi ne abhinandan
કવિતા ભટ્ટ રાવલ said,
May 28, 2022 @ 12:58 PM
વાહ
હેમન્ત દલાલ said,
May 28, 2022 @ 1:04 PM
ખુબ સરસ
Susham pol said,
May 28, 2022 @ 1:19 PM
વાહ સુંદર રચના ,અભિનંદન
Poonam said,
May 28, 2022 @ 1:25 PM
બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો. 👌🏻
– જય કાંટવાલા –
રિયાઝ લાંગડા (મહુવા). said,
May 28, 2022 @ 1:50 PM
વાહ…👌
Nehal said,
May 28, 2022 @ 2:06 PM
વાહ, સરસ ગઝલ. કવિને અભિનંદન અને શુભેચ્છાઓ!
યોગેશ said,
May 28, 2022 @ 2:30 PM
ખૂબ જ સુન્દર રચના
Jay kantwala said,
May 28, 2022 @ 6:06 PM
વિવેકભાઈ અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર
કમલેશ શુક્લ said,
May 28, 2022 @ 11:44 PM
ખૂબ સરસ ગઝલ.
અભિનંદન 🌹
હરીશ દાસાણી.મુંબઈ said,
May 29, 2022 @ 7:45 AM
દરેક શેર પર દાદ દેવી પડે એવા છે.
pragnajuvyas said,
May 29, 2022 @ 7:07 PM
સરસ ગઝલ
Lata Hirani said,
June 9, 2022 @ 2:12 PM
ગઝલ ભરોસો લાવે એવી છે !