ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા – એષા દાદાવાળા

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

– એષા દાદાવાળા

6 Comments »

  1. pragnajuvyas said,

    May 25, 2022 @ 9:05 PM

    કવયિત્રી અને પત્રકાર એષા દાદાવાળા અછાંદસ કાવ્યપ્રકારમાં નોંધનીય કામ કરી જાણે છે.
    ‘એનીવર્સરી’ મઝાની અભિવ્યક્તિ!

  2. Lata Hirani said,

    May 26, 2022 @ 8:27 AM

    વાહ એષા

  3. Harihar Shukla said,

    May 26, 2022 @ 10:05 AM

    ઓહો, મોજ👌
    આજે અમારી એનિવર્સરી છે 👍

  4. પ્રજ્ઞા વશી said,

    June 4, 2022 @ 6:41 PM

    સરસ કવિતા
    અભિનંદન એષા દાદાવાળા.

  5. Neetin Vyas said,

    June 8, 2022 @ 12:45 AM

    એશાબેન, તમારી સાથે સંમત છું:  “લગ્નની વર્ષગાંઠે કોઈને પણને  પ્રેમ સાથે  ભેટ ધરી શકાય એવી કવિતા” જ છે

  6. Lata Hirani said,

    June 9, 2022 @ 2:15 PM

    એષા એટલે એષા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment