મુકદ્દરની વાત છે – મનહરલાલ ચોકસી
તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!
જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!
મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!
આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!
ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.
‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
– મનહરલાલ ચોકસી
કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.
Varij Luhar said,
May 7, 2022 @ 11:29 AM
Waaah
Jafar Mansuri said,
May 7, 2022 @ 11:32 AM
Bahot khub
Chetan Framewala said,
May 7, 2022 @ 11:35 AM
વાહ
Harshad Trivedi said,
May 7, 2022 @ 11:44 AM
વાહ. મારા પણ પ્રિય ગઝલકાર.
Mayur Koladiya said,
May 7, 2022 @ 11:53 AM
વાહ… ઉમદા ગઝલ. આવો મજાનો લ્હાવ મુકદ્દરની વાત છે…
સપન પાઠક said,
May 7, 2022 @ 12:07 PM
વાહ…
જય કાંટવાલા said,
May 7, 2022 @ 1:21 PM
Waah
રિયાઝ લાંગડા (મહુવા). said,
May 7, 2022 @ 2:02 PM
વાહ…
રિયાઝ લાંગડા (મહુવા). said,
May 7, 2022 @ 2:03 PM
વાહ…

Vineschandra Chhotai
said,
May 7, 2022 @ 4:05 PM
ગુજારે જે શિર તારે
આવી વાત કવિ કહી દીધું
આભાર
અભિનંદન
Pravin H. Shah said,
May 7, 2022 @ 4:18 PM
Sundar gazal
pragnajuvyas said,
May 7, 2022 @ 6:58 PM
કવિ શ્રી મનહરલાલ ચોકસીની સુંદર ગઝલ
ડૉ.વિવેકના સ રસ આસ્વાદમા કહ્યું તે પ્રમાણે-‘ છેલ્લા બે શેર કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે ‘ યાદ આવે-
આમ તો એકાદ લકીરની વાત છે
હાથમાં બાકી મુકદ્દર ની વાત છે.
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,
વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,
બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !
–
‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
વાતે યાદ આવે
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
એટલે કે જેવું બ્રહ્માંડ છે તેવું જ માનવદેહમાં છે. આ યત્ બ્રહ્માંડે તત્ પિંડે સિદ્ધાંત દ્વારા નિષ્પન્ન થયેલ એક અનેરું સત્ય છે.
ધન્યવાદ
Poonam said,
May 11, 2022 @ 9:38 AM
આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!
– મનહરલાલ ચોકસી –
Aasawad thi sahemat !