દ્વય – વર્ન રુત્સલા (અનુ.: સુરેશ દલાલ)
એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.
– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)
નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.
હર્ષદ દવે said,
March 24, 2022 @ 9:47 PM
જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી. વાહ..
સરસ અનુવાદ અને કવિતા જેવડો જ ટૂંકો અને સો ટચનો આસ્વાદ.
preetam lakhlani said,
March 25, 2022 @ 1:23 AM
પણ હોઠ તો મારા હલે છે, બસ દોસ્ત આ જ કવિતા, સુરેશ દલાલ જેવો કાવ્ય પ્રેમી માણસ આ જગતમાં મલવો મુશ્કેલ, પણ દોસ્ત તમારી કવિતા પ્રત્યેની લાગણીથી સુરેશભાઈનો આત્માં ખુશી થતો હશે! આ એક હકીકત છે!
Harihar Shukla said,
March 25, 2022 @ 4:52 PM
પરકાયા પ્રવેશ👌
વિવેક said,
March 25, 2022 @ 5:38 PM
પ્રતિભાવનાર મિત્રોનો આભાર…