બધાંએ બોલવું પડશે – નીતિન વડગામા
સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં !
બસૂરું ગાય એ પહેલાં પહેલાં બધાંએ બોલવું પડશે.
નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું –
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
– નીતિન વડગામા
” કશ્મીર ફાઇલ્સ ” મૂવીના સંદર્ભે એક મિત્રએ આ ગઝલ મને મોકલી. વાત સુસંગત છે. દુ:ખ એ વાતનું તો છે જ કે HINDU GENOCIDE થયો હતો, કારમો આઘાત તો એ વાતનો છે કે દેશની ધૂરા ઝાલનારાઓ આવો કોઈ નરસંહાર થયો પણ છે એ વાત માનવા સુદ્ધા તૈયાર નહોતા !!!!! “બિનસાંપ્રદાયિકતા” શબ્દ મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દૂ-ધિક્કાર – આ બે અર્થઘટનમાં કેદ થઈને રહી ગયો છે……
Pravin Shah said,
March 16, 2022 @ 8:36 PM
હવે તો હીન્દુઓએ ઉન્ઘમાથી જાગવૂ જૉઈએ !
Vimala Gohil said,
March 17, 2022 @ 10:48 PM
સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે
હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
જયેન્દ્ર ઠાકર said,
March 17, 2022 @ 10:56 PM
“બિનસાંપ્રદાયિકતા” એતો વોટ લેવા માટે જાદુની ચાવી છે!
I would like to say two things. Kashmiri Hindus suffered a lot! This is a dark chapter in the history of India. Justice must be served! The second thought is that Hindus should learn/prepare to defend self, family, society and the country. This can be achieved by compulsory military education! Remember, LATO KE BUUT BATO SE NAHI MANTE!
Pray for peace but be ready to defend.
हक़ीक़त छुप नहीं सकती बनावट के उसूलों से
कि ख़ुशबू आ नहीं सकती कभी काग़ज़ के फूलों से
KBhatt said,
March 18, 2022 @ 2:44 AM
The surprise is that many a people don’t get the poets thoughts. For over 30 years not any govt. wether Congress or BJP or any other, none, even paid lip service to the Kashmiri Pandit’s genocide. Even when some of them tried to raise the issue here in the front of the UN in NY, the Indian Mission was no help. Now that someone has made a one sided movie, the issue has been politicized. Let us all really wake up and see what is happening around us and speak up. It is not an issue of Hindu vs Muslim. It is an issue of justice ALL. Justice for the Hindus as well as Muslims, and for the poor, and the low cast people, for the “shudra”, for the any and every “low cast” person. As much justice for a poor Brahmin as for a poor muslim and for poor shudra. The rich always get what ever they want. The POOR are the one’s who loose at every turn. Wake up India, and DO SOMETHING. You are a Democracy. Use your valuable Vote. Don’t become a Vote Bank.
હરીશ દાસાણી.મુંબઈ said,
March 18, 2022 @ 8:50 AM
ખરી વાત છે .શ્રુતિ,સ્મૃતિ,પુરાણો,તીર્થધામો ને પ્રતીકો અસ્મિતાના આ-બધું એ જાય પહેલાં બધાએ બોલવું પડશે.
Maheshchandra Naik said,
March 18, 2022 @ 10:21 AM
બધાં એ જ બોલવું પડશે, ના ચાલશે, આગામી દિવસો જાગતા રહેવાના આવ્યા જ છે,….
કવિશ્રીને અભિનંદન..
લલિત ત્રિવેદી said,
March 18, 2022 @ 11:43 AM
બહુ સરસ ગઝલ….. આભાર… કવિ