નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

શાલીન લાગે છે – જાતુષ જોશી

સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.

સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.

ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.

ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.

બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.

– જાતુષ જોશી

આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…

17 Comments »

  1. મહેશ દાવડકર said,

    March 12, 2022 @ 9:14 AM

    વાહ ખૂબ સરસ ગઝલ

  2. જય કાંટવાલા said,

    March 12, 2022 @ 9:32 AM

    વાહ….વાહ….

  3. નેહા said,

    March 12, 2022 @ 9:36 AM

    વાહ ગઝલ… ધન્યવાદ કવિ, આભાર લયસ્તરો.

  4. Rajesh Hingu said,

    March 12, 2022 @ 9:46 AM

    વાહ વાહ વાહ…
    સાદ્યંત મજાની ગઝલ

  5. રાજુ પ્રજાપતિ said,

    March 12, 2022 @ 12:30 PM

    સુંદર ગઝલ .. અભિનંદન .. વાહ

  6. Poonam said,

    March 12, 2022 @ 1:14 PM

    સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
    સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે. Kya baat !
    – જાતુષ જોશી –

    Aaswad 👌🏻

  7. Kalpan said,

    March 12, 2022 @ 2:11 PM

    Wah

  8. Jagdip said,

    March 12, 2022 @ 2:36 PM

    વાહ…..કંઇક જુદું

  9. Pravin Shah said,

    March 12, 2022 @ 4:00 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ..

  10. Harihar Shukla said,

    March 12, 2022 @ 5:58 PM

    વાહ, સરસ ગઝલ, મોજ👌
    કાફિયા સહેજ ઓછા ચૂસ્ત લાગ્યા.

  11. Suresh said,

    March 13, 2022 @ 1:04 AM

    છેલ્લા શેર ની કલ્પના! વાહ . કવિ ને ખુબ જ
    અભિનંદન!!

  12. કમલેશ શુક્લ said,

    March 13, 2022 @ 5:23 AM

    ખૂબ જ સરસ ગઝલ. બધાજ શેર શાનદાર.

  13. Shah Raxa said,

    March 13, 2022 @ 5:53 AM

    વાહ..વાહ..વાહ..ખૂબ સરસ

  14. સુરેન્દ્ર કડિયા said,

    March 13, 2022 @ 7:56 AM

    અદભૂત .. ભાઈ જાતુશની અમુક ગઝલો આરપાર કરી જાય એવી છે, એમાંની આ એક.
    કોઇક ગઝલો “રા.શુ.નુમા” લાગી શકે એવું કહેવાતું જાતુશનું ઇન્કલીનેશન, ખરેખર તો “જીનિયસ જાતુશી” છે એવું મને પશ્યન્તિની પાર વાંચતાં પ્રત્યાયિત થયું છે, વિ.ટે.જી

    સુરેન્દ્ર કડિયા, 13.03.2022.

  15. હરીશ દાસાણી. said,

    March 13, 2022 @ 5:46 PM

    સાદ્યંત સુંદર ગઝલ

  16. Parbatkumar Nayi said,

    March 14, 2022 @ 8:38 PM

    વાહ

    ક્યા બાત

    મજાની ગઝલ

  17. Sunil Rachani said,

    March 15, 2022 @ 11:18 AM

    વાહ વાહ! 👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment