આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

(તાલીમ) – વજેસિંહ પારગી

ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

(દોહ્યલું –દુઃખ, સંકટ)

અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!

બશીર બદ્રનો એક શેર યાદ આવે:

ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है

18 Comments »

  1. Hiral Vyas said,

    February 26, 2022 @ 11:13 AM

    વાહ્!

  2. Shilpi Buretha said,

    February 26, 2022 @ 11:15 AM

    અદભુત

  3. Harihar Shukla said,

    February 26, 2022 @ 11:42 AM

    ઓહો!👌

  4. Varij Luhar said,

    February 26, 2022 @ 11:42 AM

    વાહ વાહ.. ખૂબ સરસ

  5. રિયાઝ લાંગડા (મહુવા) said,

    February 26, 2022 @ 11:47 AM

    વાહ…👌

  6. હર્ષદ દવે said,

    February 26, 2022 @ 1:27 PM

    આહ…! સરસ લઘુકાવ્યમાં કવિએ સૂક્ષ્મ સંવેદનને અભિવ્યકત કર્યું છે. સોળ સંસ્કારોમાંના પ્રથમ સંસ્કાર તે ગર્ભસંસ્કાર. સંઘર્ષમય જીવન ગર્ભથી શરૂ કરીને મૃત્યુ સુધી વહેતું રહે છે પરંતુ એ જીવન સાથે હકારાત્મક અભિગમ અપનાવીને અનુકૂલન સાધવું એ કોઈ પણ પ્રાણીમાં આનુવંશિક રીતે પ્રકૃતિદત હોય છે. મનુષ્ય તો સામાજિક પ્રાણી હોવાથી બુદ્ધિ અને લાગણીથી કામ લે છે એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ માર્ગ શોધી લે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને ઉત્સવ તરીકે ઉજવે તો જીવનનૈયા સંસારસાગરને પાર કરી જાય છે.
    કવિશ્રીને અભિનંદન.
    આસ્વાદ માટે અને આ કવિતા પસંદ કરવા માટે આપને ધન્યવાદ.

  7. Shah Raxa said,

    February 26, 2022 @ 1:30 PM

    વાહ..વાહ..ખૂબ સરસ

  8. ઈશ્વર ચૌધરી ઉડાન said,

    February 26, 2022 @ 1:32 PM

    વાહ! અદ્ભુત સંવેદના

  9. Vinod Manek, Chatak said,

    February 26, 2022 @ 1:56 PM

    ચોટદાર.. કવિતા

  10. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" said,

    February 26, 2022 @ 4:00 PM

    કવિતા પોતે જ બોલ્યો વગર બોલતી હોય તો તેના માટે શું બોલવું?

    છતાં એકદમ વાસ્તવિક.

    એક પણ પ્રતીક, એક પણ કલ્પન વગર ઓછામાં ઓછા અને સાવ સીધા સાદા શબ્દોથી પણ કવિતા સિધ્ધ થાય તેની સાબિતી.

    બદ્રેશ વ્યાસ “વ્યાસ વાણી”

  11. વજેસિંહ પારગી said,

    February 26, 2022 @ 5:55 PM

    સહૃદય ભાવકો, લયસ્તરો ને વિવેકભાઈનો આભાર. મારે મારી કોઈ એક કવિતા પસંદ કરવાની હોય તો હું આ જ કવિતા પસંદ કરું.

  12. વજેસિંહ પારગી said,

    February 26, 2022 @ 5:58 PM

    સહૃદય ભાવકો, લયસ્તરો, વિવેકભાઈનો આભાર. મારે મારી કોઈ એક કવિતા પસંદ કરવાની હોય તો હું આ જ કવિતા પસંદ કરું.

  13. pragnajuvyas said,

    February 26, 2022 @ 7:01 PM

    ખૂબ સરસ

  14. preetam lakhlani said,

    February 26, 2022 @ 10:08 PM

    ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
    पाँव फैलाऊँ तो दीवार में सर लगता है
    બશીર બદ્રનો આ શેર અને કાવ્ય ની મજા શબ્દમાં વ્યકત કરી શકતો હોત તો!

  15. Kiran Bhatt said,

    February 26, 2022 @ 10:17 PM

    Beautiful thoughts in sparse words is the beauty of excellent literature. Thank you for posting this poem(?). Is it a poem? No this is the philosophy of life.

  16. Poonam said,

    February 27, 2022 @ 9:43 AM

    દોહ્યલામાં કામ લાગી
    માના પેટમાં મળેલી
    ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ…
    – વજેસિંહ પારગી – Aahaa…Nabhi gayan !

  17. Dr Heena Mehta said,

    February 27, 2022 @ 10:02 AM

    ખૂબજ સુંદર!!!

  18. સેજલ દેસાઈ said,

    March 15, 2022 @ 9:38 PM

    થોડામાં ઘણું …ખૂબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment