માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
વિવેક ટેલર

(ત્યાં કશું નથી) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.

અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.

હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.

અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.

ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…

‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..

7 Comments »

  1. Pravin Shah said,

    February 24, 2022 @ 4:22 PM

    કોણે કહ્યુ કે ત્આ ક શૂ નથીૂ
    હૂ તો ત્યા હાજરાહજૂર હ્તૉ
    તને ખબર ન પડી

  2. Rinku Rathod said,

    February 24, 2022 @ 7:02 PM

    હૃદયપૂર્વક આભાર – શ્રી વિવેક ટેલર સર અને ટીમ – લયસ્તરો. 🙏
    🙏 ગઝલ લયસ્તરો પર સ્થાન પામી એનો રાજીપો. જય મા ગુજરાતી. સાદર પ્રણામ.

  3. pragnajuvyas said,

    February 24, 2022 @ 9:33 PM

    કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’ના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ના અભિનંદન અને સ્વાગત
    ત્યાં કશું નથી સરસ મજાની ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
    તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.
    શેર તો હાંસિલે-ગઝલ
    ‘ત્યાં કશું નથી’ રદીફ અંગે એક રસીક કીસ્સો યાદ આવે.મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર (એસડીએમ)ને ત્યાં ચોરો ત્રાટક્યા હતા. પણ અધિકારીઓને ત્યાં ચોરોને કશું ન મળ્યું તો તેઓએ ત્યાં એક પત્ર છોડયો. તેના પર લખ્યું હતું કે જો ત્યાં કશું નથી તો ઘરને લોક કરવાની શી જરૃર હતી ?

  4. Mahesh chandra Naik said,

    February 25, 2022 @ 9:29 AM

    કવિયત્રી ને અભિનંદન….

  5. હર્ષદ દવે said,

    February 25, 2022 @ 1:37 PM

    આસ્વાદ્ય. સરસ.

  6. લલિત ત્રિવેદી said,

    February 25, 2022 @ 2:39 PM

    …. વાહ વાહ

  7. Vineschandra Chhotai said,

    February 25, 2022 @ 4:19 PM

    ન ભવ્ય આયોજન
    ન થઈ ગઈ હોય એ
    વાત એ જ કારણ
    સુંદર હોય તેમ લાગી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment