(…પણ સમજ સાથે) – દર્શક આચાર્ય
પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.
સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.
દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.
વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.
સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.
– દર્શક આચાર્ય
લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…
ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.
Nehal said,
December 17, 2021 @ 1:14 AM
વાહ, કવિશ્રીને શુભેચ્છાઓ.
Harihar Shukla said,
December 17, 2021 @ 1:16 AM
સંધેડાઉતાર ગઝલ, સહમત 👌💐
Kajal kanjiya said,
December 17, 2021 @ 1:18 AM
વાહ…..અભિનંદન 💐
janki a9g6dhyaru said,
December 17, 2021 @ 1:50 AM
સરસ રચના…અભિનંદન કવિ…🌷
kishor Barot said,
December 17, 2021 @ 2:23 AM
સર્વાંગ સુંદર ગઝલ. 👌
Dr C .P Trivedi said,
December 17, 2021 @ 4:30 AM
દર્શકની અનુભૂતિ ઉત્તમ રીતે આ ગઝલ અને અન્ય ગઝલમાં વ્યકત થતી રહી છે. તેનું પોતાનું આગવું દર્શન છે.તેનો મત્લા,મકતા,રદીફ,સાની,મીસરા લાજવાબ છે.આગવી ચમત્કૃતિ તેના શેરમાં જોવા મળે છે.વિષયનું નાવીન્ય,રજૂઆત તેની ગઝલને દાદની અધિકારી બનાવે છે.
DILIPKUMAR CHAVDA said,
December 17, 2021 @ 4:59 AM
વાહ ખૂબ સરસ, રદીફની નવીનતા અને એનો નિભાવ કાબિલે તારીફ..
pragnajuvyas said,
December 17, 2021 @ 2:14 PM
દર્શક આચાર્ય ની સંધેડાઉતાર ગઝલ
સમજ સાથે માણી
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ ·
sanjay Luhar said,
December 17, 2021 @ 10:45 PM
વાહ, દર્શક સરની ઉત્તમ ગઝલ
Darshak Aachary said,
December 17, 2021 @ 10:46 PM
આભાર કવિ 🌷
હરીશ દાસાણી. said,
December 17, 2021 @ 11:02 PM
સમજ સાથે-આ ગઝલ સચોટ નિશાન તાકે છે.
જયેન્દ્ર ઠાકર said,
December 17, 2021 @ 11:21 PM
સરળતાથી ગળે સોંસરવી ઉતરી જાય એવી ઉત્તમ ગઝલ!
રિયાઝ લાંગડા(મહુવા). said,
December 18, 2021 @ 9:13 PM
વાહ…..ખૂબ સરસ👌👌