આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

(દુબારાની મોસમ!) – નિનાદ અધ્યારુ

નજરથી નજરના નજારાની મોસમ,
છે કાચી-કુંવારી કુંવારાની મોસમ !

તમે બ્હાર નીકળો તો માલૂમ પડે ને !
તમે ક્યાંથી જાણો કિનારાની મોસમ !

તમે જો વધારે સમય ફાળવો તો,
બનાવીને બેસું વધારાની મોસમ !

તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો,
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ !

હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો,
અમે જોઈ લીધી સિતારાની મોસમ !

અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.

‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
અમારી આ આંખે દુબારાની મોસમ !

– નિનાદ અધ્યારુ

શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…

12 Comments »

  1. Sandip Pujara said,

    December 23, 2021 @ 12:35 AM

    આહાહા…. ક્યા બાત…

  2. Poonam said,

    December 23, 2021 @ 7:22 AM

    અમારી આ આંખે દુબારાની મોસમ !

    – નિનાદ અધ્યારુ – Saral ne sundar

  3. Hiren Pathak said,

    December 23, 2021 @ 8:53 AM

    અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
    એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.
    Gajab

  4. સુષમ પોળ said,

    December 23, 2021 @ 11:01 AM

    ખૂબ સરસ રચના

  5. Anjana Bhavsar said,

    December 23, 2021 @ 12:26 PM

    વાહ..ખૂબ સરસ ગઝલ

  6. pragnajuvyas said,

    December 23, 2021 @ 8:29 PM

    ‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
    અમારી આ આંખે દુબારાની મોસમ !
    વાહ્
    દુબારા દુબારા
    ખૂબ સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  7. હરીશ દાસાણી. said,

    December 23, 2021 @ 11:20 PM

    સુંદર ગઝલ

  8. Vineschandra Chhotai 🕉 said,

    December 24, 2021 @ 12:02 AM

    શ્વાસ થઇ ગઇ હોય એમ લઈ ગઈ અલગ અલગ
    ધન્યવાદ આ ઉપરાંત અન્ય કોઇ વિકલ્પ પણ હોય ન શક્ય તમામ
    કાય નાયક વશ થઇ ગઇ હોય તેમ…. .

  9. Kajal kanjiya said,

    December 24, 2021 @ 12:16 AM

    ચાંદદાનીની જેમ પરણેતરનો મેળો પણ મારા માટે નાવિન્ય સભર 👌👌

    ખૂબ સુંદર ગઝલ અભિનંદન અને શુભેચ્છાઓ 💐

  10. Harihar Shukla said,

    December 24, 2021 @ 1:16 AM

    દુબારા ડુબારા👌

  11. Aasifkhan said,

    December 24, 2021 @ 2:46 PM

    વાહ મજાની ગઝલ

  12. Parbatkumar said,

    December 28, 2021 @ 9:27 PM

    વાહ વાહ
    દુબારાની મોસમ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment