ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!
– બરકત વીરાણી ‘બેફામ’

(દાદ જેવી દાદ નહિ) – નિનાદ અધ્યારૂ

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.

– નિનાદ અધ્યારૂ

સાવ સહજ બાનીમાં લખાયેલી આ ગઝલની સરળતામાં કંઈક અકથ્ય તત્ત્વ છે જે ભાવકને બાંધી રાખે છે. ખાસ કરીને બીજો અને ચોથો શેર તો અદભુત થયા છે.

 

7 Comments »

  1. pragnajuvyas said,

    July 6, 2023 @ 5:26 AM

    એ કરે આબાદ તો આબાદ, પણ-
    એ કરે નહિ તો અમે બરબાદ નહિ.
    વાહ
    યાદ આવે
    ‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
    પડતી નથી સવાર, તમારા ગયા પછી..

  2. Vinod Manek 'Chatak' said,

    July 6, 2023 @ 12:59 PM

    સરળ, સહજ અને લાજવાબ ગઝલ…

  3. Bharati gada said,

    July 6, 2023 @ 2:21 PM

    વાહ ખૂબ સરસ રચના 👌👌

  4. હેમંત પુણેકર said,

    July 6, 2023 @ 2:22 PM

    આ ગઝલને તો દાદ આપવી જ રહી. નિનાદભાઈનું નામ બદલાઈ જાય એ તો કેમ ચાલે? 😀 સરસ મજાની ગઝલ!લાજવાબ અંદાઝે બયાં. મજા પડી.

  5. લલિત ત્રિવેદી said,

    July 6, 2023 @ 4:13 PM

    વાહ, વાહ, કવિ

  6. નિનાદ અધ્યારુ said,

    July 6, 2023 @ 5:17 PM

    હૃદયપૂર્વક આભાર વિવેકભાઈ, લયસ્તરો અને મિત્રો.

  7. Poonam said,

    July 6, 2023 @ 6:58 PM

    “ જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
    ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ ! “ Waah !
    – નિનાદ અધ્યારૂ –
    Aaswaad thi sahamat sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment