ગઝલ – દિનેશ કાનાણી
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
– દિનેશ કાનાણી
આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…
Jina said,
March 19, 2009 @ 12:43 AM
વાહ!!
RJ MEET said,
March 19, 2009 @ 12:48 AM
અરે વાહ ક્યા બાત હે?
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
ખરેખર ઘણીવાર સૌથી પ્રિય વ્યક્તિ જ આપણા માટે શુળ તરીકે નું કામ કરતા હોય છે..
Sandhya Bhatt said,
March 19, 2009 @ 2:16 AM
વાહ અત્યંત સુંદર ગઝલ, દીનેશભાઈ.
Hemant said,
March 19, 2009 @ 3:18 AM
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
કેમ આવું થાય છે??
sunil shah said,
March 19, 2009 @ 5:44 AM
સુંદર ગઝલ બદલ દીનેશભાઈને અભિનંદન
Abhijeet Pandya said,
March 19, 2009 @ 6:01 AM
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
સુંદર રચના.
KIRANKUMAR CHAUHAN said,
March 19, 2009 @ 8:45 AM
આખી ગઝલ ખૂબ સુંદર છે. વાહ દિનેશભાઇ!
Vijay Shah said,
March 19, 2009 @ 9:59 AM
બહુ જ સચોટ
pragnaju said,
March 19, 2009 @ 12:35 PM
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
સરસ
યાદ આવી
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ …
નથી મંજૂર કે મુજ પ્રેમનું અપમાન થઈ જાયે,
Sapana said,
March 19, 2009 @ 1:19 PM
દિનેશભઈ,
સંગ જેનો ખુબ ગમતો હોય છે,
એ બધા તસ્વીર થાતા જાય છે.
લાગણી અને પ્રેમના સંબંધ! —ખરેખર કાચા ધાગા.
સપના
Ramesh Patel said,
March 19, 2009 @ 6:35 PM
વાણી એજ ફૂલ .ને એજ વીષ
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
સુંદર ગઝલ
રમેશ પટેલ(આકાશ્દીપ)
ધવલ said,
March 20, 2009 @ 11:10 AM
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
– સરસ !
ડો.મહેશ રાવલ said,
March 20, 2009 @ 1:10 PM
દિનેશ કાનાણીની બળુકી કલમ એક અલગ ઓળખ બક્ષી રહી છે.
આ અને આના જેવી અનેક ગઝલો અમે સાથેબેસીને મઠારેલી છે,વધુ ઉઘાડ માટે સ્તો!!!
-અભિનંદન મીત્ર!
ઊર્મિ said,
March 20, 2009 @ 7:41 PM
સાચી વાત… બધા જ શે’ર મજાના થયા છે…
પણ મત્લાનો શે’ર તો પોતે જ એક સંપૂર્ણ ગઝલ જેવો લાગે છે.
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
દિનેશભાઈને અભિનંદન…!
urvashi parekh said,
March 21, 2009 @ 11:12 PM
આખી રચના જ મર્મસ્પર્શિ છે.
સરસ…
Dr.kirit kanani said,
August 14, 2009 @ 3:54 AM
ખુબ સરસ! ! !
ખુબ સરસ! ! !
ખુબ સરસ! ! !