(બે કાવ્ય) – દર્શક આચાર્ય
૦૧.
વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.
૦૨.
વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.
– દર્શક આચાર્ય
પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!
સુનીલ શાહ said,
January 20, 2022 @ 12:20 PM
અદ્દભુત.. વાહહહ
મયંક ત્રિવેદી said,
January 20, 2022 @ 12:36 PM
વાહ,નજાકત ભર્યું સર્જન🙏🎉
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું કામ કર્યું 👍 અદભૂત
વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગ,👍🙏 બંને સર્જન કાબિલે તારીફ
parbatkumar said,
January 20, 2022 @ 1:39 PM
વાહ વાહ
Shah Raxa said,
January 20, 2022 @ 2:50 PM
વાહ..ખૂબ સરસ પ્રકૃતિ કાવ્ય..
Hemant Punekar said,
January 20, 2022 @ 3:12 PM
સુંદર કાવ્યો!
Harihar Shukla said,
January 20, 2022 @ 5:58 PM
ઓહો, નરી મોજ 👌💐
Rajvi bhatt said,
January 20, 2022 @ 7:18 PM
અદભૂત વાહહ…વાહહહ….👌👌
pragnajuvyas said,
January 20, 2022 @ 8:55 PM
કવિશ્રી દર્શક આચાર્યના અદ્દભુત અછાંદસ પ્રકૃતિ કાવ્ય
ડૉ વિવેકનુના સ રસ આસ્વાદ સાથે યાદ આવે તેમનુ કાવ્ય
ભલે રાત્રે ખીલતું હોય,
પારિજાત પ્રતીક છે
અસ્તિત્વના અજવાસનું;
અંધારું ગમે એટલું કાળું કેમ ન હોય
પારિજાતને કદી રંગી શકતું નથી
નક્કી આગલા જનમમાં એ સ્ત્રી જ હશે.
–
જયેન્દ્ર ઠાકર said,
January 21, 2022 @ 6:23 AM
કવિ, કલ્પના અને કાવ્યો…સરસ સંગમ છે!
પ્રજ્ઞા વશી said,
January 21, 2022 @ 7:25 AM
ખૂબ સરસ બન્ને કાવ્યો
અભિનંદન દર્શક ભાઈ .
Kajal kanjiya said,
January 21, 2022 @ 8:22 AM
બંને રચના ખૂબ સુંદર
હરીશ દાસાણી. said,
January 21, 2022 @ 4:44 PM
પ્રાકૃતિક તત્વોમાં માનવીય ભાવોનું આરોપણ કરીને કવિએ સરસ કવિતાઓ સર્જી છે