પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

(કંડારવાનું છે) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

આ એક જ જ્ઞાનના આધાર પર ઉન્નત થવાનું છે,
કોઈને કંઈ કહ્યા વિના બધું છોડી જવાનું છે.

ચમક આંખોમાં લઈને દ્વાર પર શું કામ ઉભા છો?
શું અજવાળું લઈને સાંજે કોઈ આવવાનું છે?

ભલે ગુમાવી દઉં હું જાત પણ ચોપાટ નહીં છોડું,
એ ખુશ ના થાય ત્યાં સુધી રમતમાં હારવાનું છે.

સમય-સંજોગની ઠોકરથી જેના થ્યા છે સો ટુકડા,
ખુમારીનો લઈ ધાગો એ સપનું સાંધવાનું છે.

મેં પાછું લઈ લીધું છે ટાંકણું એને જે સોંપ્યું’તું,
નવેસરથી હવે અસ્તિત્વને કંડારવાનું છે.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

સરસ મજાની ગઝલ… બધા જ શેર મજાના છે પણ મત્લા અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.. ત્રીજા અને પાંચમા શેરમાં સ્ત્રીસર્જકની ઉપસ્થિતિ પણ બહુ સરસ રીતે વર્તાય છે…

9 Comments »

  1. Kajal kanjiya said,

    November 11, 2021 @ 1:26 AM

    વાહહ ખૂબ સરસ રચના અભિનંદન

  2. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    November 11, 2021 @ 3:03 AM

    લયસ્તરો પર મારી ગઝલને સ્થાન મળવા બદલ ખૂબ આનંદિત છું.
    ખૂબ ખૂબ આભાર 🙏

  3. સીમા પટેલ said,

    November 11, 2021 @ 3:49 AM

    વાહ,એકેક શેર જોરદાર અને ચોટદાર

  4. pragnajuvyas said,

    November 11, 2021 @ 8:44 AM

    સરસ ગઝલ

  5. Kamleshkumar C. A. Purohit. said,

    November 11, 2021 @ 9:13 AM

    Khub Saras Saras Lakhelu Chhe.

    Khub Saras Saras Vicharine Chhapelu Chhe.

    A B H I N A N D A N
    P A T H H A V I Y E
    C H H I Y E .

    S W I K A R
    K A R A V A N U
    B H U L A S H O
    N A H I.

    AABHAR.

  6. Praful Patel said,

    November 11, 2021 @ 11:01 AM

    Excellent. Admire your intuition.

  7. જયેન્દ્ર ઠાકર said,

    November 11, 2021 @ 12:05 PM

    સરસ મજાની ગઝલ છે. સરળ ભાષામાં સર્જાત્મક વિચારો પરોવાયા છે.

  8. લલિત ત્રિવેદી said,

    November 11, 2021 @ 2:25 PM

    વાહ વાહ… સરસ ગઝલ

  9. લીના રાવ said,

    November 12, 2021 @ 1:14 AM

    જીવનમા કોઇ ને કોઇ તબક્કે હતાશા અને નિરાશા તેનો સિક્કો જમાવે છે ત્યારે આવી પ્રેરણાદાયક ખુમારી આગળ વધવામાં અને જીવન જીવવામાં મદદ કરી શકે. ખૂબ જ સરસ પ્રેરણાદાયી રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment