બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
- વિવેક મનહર ટેલર

પાલવે નહીં – જયંત ડાંગોદરા

ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.

વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !

કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.

અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !

હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.

– જયંત ડાંગોદરા

સહજ અને સ-રસ ગઝલ!

2 Comments »

  1. હરીશ દાસાણી. said,

    October 22, 2021 @ 5:08 AM

    ખૂબ સરસ ગઝલ. અંધકાર પણ કલામય હોય તે કવિની મસ્ત નજર જ જોઇ શકે.

  2. pragnajuvyas said,

    October 22, 2021 @ 5:43 PM

    કવિશ્રી જયંત ડાંગોદરાની સ-રસ ગઝલ!
    ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
    પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.
    વાહ્
    જ્યારે સ્થિર હવા સારા હવામાનની તરફેણ કરે છે!
    બીજી બાજુ, જ્યારે અસ્થિર હવા હોય છે, ત્યારે આપણે જોશું ક વરસાદના વાદળો રફ વાતાવરણ સાથે ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિઓ ઉદાસીનતા સાથે સંકળાયેલ છે કારણ કે વાતાવરણીય દબાણમાં ઘટાડો અને તોફાનની રચના છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment