ઉંબરે બેઠા છીએ…. – ‘રાઝ’ નવસારવી
એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ.
આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ.
હૈયા ધરપત આપ દો છો પણ ખબર છે એટલી,
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ.
સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે,
ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ.
આંખ આ આંસુ વિહોણી તમને કહી દેશે બધું,
ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ.
કાલની જાહોજલાલી ‘રાઝ’ ભૂલીને અમે,
આજ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ.
–‘રાઝ’ નવસારવી
શાયરે 1985ના અમદાવાદના કોમી હુલ્લડ વખતે આ ગઝલ કહી હતી, જે આજની અફઘાનિસ્તાનની દુર્દશા સમયે હૂબહૂ લાગુ પડે છે….
માનવ હિસ્ટરીમાંથી કશું જ શીખતો નથી એ હેગેલ-કથન તો નક્કર સત્ય છે જ છે, પણ માનવની અન્ય માનવ પ્રત્યેની ક્રૂરતા માનવ ઇતિહાસના આરંભથી એકધારી-એકસરખી-અપવાદવિહીન જ છે…..
વિવેક said,
August 31, 2021 @ 8:06 AM
બળકટ ગઝલ…
pragnajuvyas said,
August 31, 2021 @ 11:23 AM
સ રસ ગઝલ…
Jay said,
August 31, 2021 @ 12:47 PM
“…ઉંબરે બેઠા છીએ.” ભાંગી પડયા એટલા કે ઉભા રહેવાની પણ તાકાત નથી!
Maheshchandra Naik said,
August 31, 2021 @ 1:35 PM
આક્રોશ સભર ગઝલ્…
Lata Hirani said,
September 1, 2021 @ 4:28 AM
જોરદાર